સુરત:સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગની ટીમે મોડી રાત્રે સીલીંગની કાર્યવાહી હાથ ધરી ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર સુવિધા ન હોવાથી સુરતમાં ટેક્ષ્ટાઈલ માર્કેટની દુકાનો, શોપિંગ સેન્ટરમાં આવેલા હોટેલ, હોસ્પિટલ સહિત 200થી વધુ મિલકત સીલ કરાઈ છે.
ફાયર એનઓસી જ નથી: અપૂરતી ફાયર સુવિધાના કારણે ઉધના ખાતે આવેલા અનુપમ અમેલિટી સેન્ટરની કુલ 140 દુકાનો સીલ કરાઈ છે. જેમા જીમ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, રેસ્ટોરન્ટ, હોટેલ, ટ્યુશન ક્લાસિસ, હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. માર્કેટ વિસ્તારમાં છ મહિનામાં 75 આગની ઘટના બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના ભરચક વિસ્તાર ગણાતા સલાબતપૂરામાં 73 જેટલી માર્કેટ પાસે ફાયર એનઓસી જ નથી.
છ મહિનાની અંદર કારખાનામાં 75 આગ લાગવાની ઘટના:ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છ મહિનાની અંદર કાપડ માર્કેટ તેમજ લુમ્સ કારખાનામાં આગ લાગવાની ઘટના આશરે 75 જેટલી છે. ફાયર વિભાગ દ્વારા માર્કેટને વારંવાર NOC લેવા માટે જાણ કરવામાં આવે છે, પરંતુ તારીખ વિતી ગયા છતાં પણ તેઓ રિન્યુઅલ કરાવતા નથી. આખરે ફાયર વિભાગ દ્વારા અલાબદપુરા વિસ્તાર ખાતે આવેલા એશિયન ટેક્સટાઇલ માર્કેટ બી, જી અને ચોથા માળની દુકાનો સીલ કરવામાં આવી છે.
ઋતુરાજ માર્કેટની 20 દુકાનો સીલ: હોલસેલરની દુકાનો સીલ હોટેલ ડાયમંડ પ્લાઝા, ઋતુરાજ માર્કેટમાં કુલ 20 હોલસેલેરની દુકાનો છે. તે તમામ સીલ કરવામાં આવી છે એટલું જ નહીં સાકાર માર્કેટ જે માર્કેટની બાજુમાં આવેલા જી પ્લસ ફોર માળની ગોડાઉન તેમજ ટોકેસ તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ટેસ્ટ ઓફ ભગવતી રેસ્ટોરન્ટને પણ સીલ કરાઈ છે. આવનાર દિવસોમાં પણ આવી રીતે કાર્યવાહી કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
- સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી બર્ડ હીટની ઘટના, 200 યાત્રીઓની મુસાફરી ખોરવાઈ - Bird hit at Surat Airport