સુરત: પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રે 11: 55 વાગે એક અજાણ્યો કોલ આવ્યો હતો. જેમાં શહેરમાં 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.આ ધમકીભર્યા કોલ બાદ પોલીસ દોડતી થઈ હતી. બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી જ્વેલર્સ શોપમાં નોકરી કરે છે. જ્યારે પોલીસે તેને પૂછપરછ કરી તો તેણે આ કોલ કરવા પાછળનું કારણ જણાવ્યું ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઇ હતી.
સુરત શહેરમાં બોમ્બ મુકવાની ધમકી આપવી યુવકને ભારે પડી, પોલીસે કરી ધરપકડ - SURAT FAKE CALL
સુરત પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરીને એક વ્યક્તિએ શહેરમાં 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે એવો ધમકીભર્યો કોલ કર્યો હતો. આ કોલની સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ DCP, ACP અને PI સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. તે કોલને પોલીસ દ્વારા ટ્રેસ કરીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. SURAT FAKE CALL
Published : May 12, 2024, 4:39 PM IST
ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ:આ સમગ્ર મામલે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, કંટ્રોલરૂમમાં ફોન કરી 3 જગ્યાએ બોમ્બ મૂક્યા છે સુરતને બચાવું હોય તો બચાવી લો તેવી ધમકી આપવામાં આવી હતી. કાલે રાત્રે આ કોલ આવ્યો હતો. આ કોલ કરનાર આરોપીને શોધવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જે માટે સ્થાનિક પોલીસ સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ PCB અને ઉધના પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. આખરે આરોપીને સવાર સુધીમાં ઝડપી પાડ્યો હતો. આ આરોપીએ ફેક કોલ કર્યો હતો.
આરોપી સાથે બીજુ કોઇ છે તેની તપાસ:તેઓએ જણાવ્યું હતું કે, આરોપીનું નામ અશોક સિંહ છે. આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તેણે માત્ર પોલીસને હેરાન કરવા માટે કોલ કર્યો હતો. આરોપી અશોક સાથે અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો ગુનાહીત ઇતિહાસ છે કે નહી તેની પણ તપાસવામાં આવી રહી છે. કોલ આવ્યાની સાથે જ આખી રાત તપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.