સુરત ડબલ મર્ડરમાં હત્યારા આરોપીઓને મદદ કરનારા બે યુવકોની તાપી LCBએ કરી અટકાયત - SURAT DOUBLE MURDER CASE - SURAT DOUBLE MURDER CASE
સુરતના બે યુવકોની હત્યાના મામલામાં પોલીસની ટીમ કડી વ્યારા સુધી પહોંચી હતી. સુરતના બંન્ને યુવકોની હત્યા કરીને ઉમરપાડાના ઊંચાવણ ગામે કબ્રસ્તાનમાં લાશ દાટી દેવામાં આવી હતી. જેમાં હત્યારા આરોપીઓને મદદગારી કરનાર અને વ્યારા ખાતે રહેતા અન્ય બે આરોપીની તાપી જિલ્લા એલ.સી.બી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. SURAT DOUBLE MURDER CASE
Published : Jun 22, 2024, 3:40 PM IST
તાપી: સુરતના બે યુવકોની હત્યાના મામલામાં પોલીસની ટીમ કડી વ્યારા સુધી પહોંચી હતી. સુરતના બંન્ને યુવકોની હત્યા કરીને ઉમરપાડાના ઊંચાવણ ગામે કબ્રસ્તાનમાં લાશ દાટી દેવામાં આવી હતી. જેમાં હત્યારા આરોપીઓને મદદગારી કરનાર અને વ્યારા ખાતે રહેતા અન્ય બે આરોપીની તાપી જિલ્લા એલ.સી.બી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર હત્યા પ્રકરણ સામેલ વ્યારાના વિશાલ રાણા અને આસિફ કાકરની અટક કરવામાં આવી હતી જેમાં હાલ એલ.સી.બીએ બન્ને આરોપીની અટક કરી આરોપીઓને ઉમરપાડા પોલીસને સોંપવામાં આવ્યા હતા. આરોપીઓની અટકાયત કરીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આરોપીઓએ હત્યામાં હત્યારાઓની મદદ કરી હતી. જેને પોલીસે આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા.