સુરત : કામરેજના હલધરુ ગામે પરિણીતાએ પોતાની બે માસૂમ દીકરીની હત્યા કરી હતી. બાદમાં પરિણીતાએ પોતે પણ આત્મહત્યા કરી લેવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આવું પગલું ભરવા પાછળનું કારણમાં પોલીસ પતિ સાથે ઘર કંકાશ કે અન્ય કારણ હોવાનું પ્રાથમિક જણાવે છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, યુવતીના પિયરપક્ષે આક્ષેપ કરતા દીકરીને ટોર્ચર કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે. ત્યારે તપાસ બાદ જ ખરી હકીકત બહાર આવશે.
પરિવાર મૂળ જૌનપુરનો વતની : મૂળ યુ.પીના જૌનપુર જિલ્લાના વતની અને હાલ હલધરૂની શુભમ રેસી. મકાન નંબર 248 ખાતે રહેતા 29 વર્ષીય વરૂણ મિશ્રાના લગ્ન 2020માં મુંબઈના દિનેશ પાઠકની પુત્રી અનન્યા સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન અઢી વર્ષીય પુત્રી વૈષ્ણવી અને 11 માસની વિધી સહિત બે પુત્રીઓ હતી. અવધેશ મિશ્રા છેલ્લા ચાર વર્ષથી મકાન લે વેચની દલાલી કરે છે.
પતિ પાસે રુપિયાની માગણી કરી હતી : રાત્રે પત્ની અનન્યાએ પતિ વરૂણ પાસે રૂપિયાની માંગણી કરતા વરૂણે કારણ પૂછતાં અનન્યા જણાવી શકી ન હતી. બીજે દિવસે સવારે ફરી પૈસાની માંગણી કરી હતી. પણ રૂપિયા શા માટે જોઈએ એ ન જણાવ્યું. જેથી પોતાના ભાઈના ઘરની વાસ્તુ વિધિ પ્રસંગે જવાની તૈયારી માટેની તમામ ખરીદી પત્નીને કરાવી હતી. ત્યારબાદ વરૂણ નીકળી ગયો હતો.
હત્યા આત્મહત્યાની જાણ થઇ : રાત્રે પાડોશી મહિલા સરીતાબેન વરૂણના ઘરે સ્ટ્રીટ લાઈટ બોક્ષની ચાવી લેવા જતા દરવાજાની જાળીમાંથી અનન્યાને લટકેલી હાલત તેમજ વૈષ્ણવી અને વિધી નામની બંને પુત્રીને નીચે પડેલી જોતા સરિતાબેનના પુત્ર આદર્શે વરૂણને ઘટનાની જાણ કરતા તે ઘરે આવી ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર આવેલી 108 ના ડોકટર દ્વારા તપાસ કરતા ત્રણે મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ ખાનગી વાહન મારફતે ત્રણેયને કામરેજ સરકારી દવાખાને લઈ જતા ત્યાંના ફરજ પરના ડોકટરે પણ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. મૃતક અનન્યાના પતિ અને બંને પુત્રીના પિતા વરૂણ અવધેશ મિશ્રાએ મૃતક અનન્યા વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પતિનું નિવેદન : મૃતક અનન્યાના પતિ વરૂણ મિશ્રા એ જણાવ્યું હતું કે પત્નીએ 500 રૂપિયા માંગ્યા હતા જે મે આપ્યા ન હતા. સવારે પણ પૈસા માટે મને પૂછ્યું હતું. પણ કારણ બતાવ્યું ના હતું. મને એણે કારણ બતાવ્યું નહી અને મે આપ્યા નહી. દુકાન પરથી દૂધ અને ચોકલેટ અપાવી હું નીકળી ગયો હતો.સવારે 10 વાગ્યા આસપાસ તેનો મેસેજ આવ્યો હતો. પછી મે બે વાર કોલ કર્યો પરંતુ તેણે કોલ કટ કરી દીધો હતો. મે બાજુમાં રહેતા કાકાના છોકરાને ગેસનો બાટલો લેવાનો હોય ફોનથી જાણ કરતા બાટલો લઈ લીધો હતો. પછી તે સૂઈ ગયો હતો. સાંજે મને ફોન આવ્યો અને ઘટનાની જાણ થઈ અને હું વેલંજાથી ઘરે આવ્યો, તો બંને પુત્રીની હત્યા કરી પોતે પણ દુપટ્ટા વડે પંખા સાથે લટકી ગઈ હતી. તમામ ખતમ થઈ ગયું છે.
પત્ની સાથે ઘર કંકાસ થયા બાદ વરૂણ મિશ્રા કામ અર્થે બહાર ગયો હતો. ત્યારે તેમની 26 વર્ષીય પત્ની અનન્યા પોતાની બંને બાળકી વૈષ્ણવી અને વિધિને કોઈ ઝેરી પદાર્થ અથવા ઝેરી દવા પીવડાવી પોતે પણ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટના બાદ કોઈ સ્યુસાઈડ નોટ કે કોઈ માહિતી મળી નથી. ઉપરાંત સ્થળ પર કોઈ ઝેરી પદાર્થ પણ મળ્યો નથી...ઓ. કે. જાડેજા (પીઆઇ, કામરેજ પોલીસ મથક )
- Patan Suicide : પાટણના સિદ્ધિ સરોવરમાં યુવકે લગાવી મોતની છલાંગ
- Surat Suicide : કામરેજના આશાસ્પદ યુવાને કરી આત્મહત્યા, છેલ્લો વીડિયો બનાવી જણાવ્યું દુઃખ