સુરત : આઠ વર્ષની બાળકી પરના દુષ્કર્મની ઘટના સુરત શહેરના અમરોલી પોલીસ મથકમાં નોંધાઈ છે. પોતાના કાકા કાકી સાથે સુરત શહેરમાં રહેવા માટે આવેલી બાળકી સાથે કિશોર વયના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે ઘરમાં કાકા કાકી નહોતા ત્યારે આરોપી સગીર ઘરે આવીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈ તેના કાકા કાકી સ્તબ્ધ રહી ગયા હતાં. તેઓએ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયાં જ્યાં બાળકીને લોહી અટકાવવા માટે ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતાં. બાળકીએ જણાવ્યું હતું કે તેના કાકાના સાળાએ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે.
Surat crime : આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, સગીર આરોપી કુટુંબનો જ હતો
કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બની હતી. સગીર વયના આરોપીએ ઘરમાં એકલી જોઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાળકી પોતાના કાકા સાથે રહેતી હતી. કાકાના સાળાએ જ બાળકી ઉપર દુષ્કર્મમાં આચર્યું હતું.
Published : Mar 2, 2024, 6:20 PM IST
ભોગ બનનાર બાળકીની જ્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે બાળકીએ જણાવ્યું હતું કે સળીયો વાગ્યો છે જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં હતી. જેથી તેના કાકા કાકી તાત્કાલિક બાળકીને નજીકના હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યાં જ્યારે ડોક્ટરોએ સારવાર શરૂ કરી ત્યારે ડોક્ટરને શંકા ગઈ કે બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ હતી અને તેના કાકા કાકીની ફરિયાદ લઈ પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલી રહી છે. આરોપી સગીર છે અને તે પરિચિત છે બધાં એક જ ગામના રહેવાસી છે...એલ. બી. ઝાલા (એસીપી, સુરત પોલીસ)
ભોગ બનનાર બાળકી ઘરમાં બેસીને રડી રહી હતી :આ સમગ્ર મામલે વધુમાં એસીપી એલ. બી. ઝાલાએ જણાવ્યું હતું કે, વરીઆવ ચેક પોસ્ટ નજીક એસએમસીનો મિનરલ વોટરપાર્કનું કામ ચાલે છે. આ કામ માટે અન્ય રાજ્યોથી મજૂર ત્યાં આવેલા છે. ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે. એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી સાથે રહેતી હતી. કાકા કાકીની દોઢ વર્ષની બાળકી હતી, જેની સંભાળ કરવા માટે તેઓ આ આઠ વર્ષની બાળકીને લઈને આવ્યા હતાં. તેમની દોઢ વર્ષની બાળકીને તાવ આવવાથી કાકા કાકી હોસ્પિટલ ગયા હતાં. બપોરે 12 વાગ્યે જ્યારે તેઓ પરત આવ્યાં ત્યારે ભોગ બનનાર બાળકી ઘરમાં બેસીને રડી રહી હતી.