ગુજરાત

gujarat

ETV Bharat / state

6 ભાષાઓમાં અપરાધીઓને પોલીસે અપીલ કરી અને એક બાદ એક અપરાધીઓ ઘાતક હથિયાર લઈને પોલીસ સમક્ષ હાજર થયા - SURAT CRIME - SURAT CRIME

સુરત શહેરના ઘણા એવા સંવેદનશીલ વિસ્તારોમાં સુરત પોલીસ દ્વારા હિન્દી, ઉર્દુ ઉપરાંત ક્ષેત્રીય ભાષાઓમાં ખાસ અપીલ કરવામાં આવી રહી છે. જેને પરિણામે એ વિસ્તારમાં રહેતા અપરાધીઓ પોતાના ઘરે મૂકવામાં આવેલા ઘાતક હથિયારો જાતે જ પોલીસ સમક્ષ હજાર કર્યા હતા. ત્રણ દિવસથી ચાલતી આ અપીલ દ્વારા કુલ 160 જેટલા ઘાતક હથિયારો સામે આવ્યા છે. SURAT CRIME

સુરતમાં અપરાધીઓએ જાતે જ હથિયારો પોલીસ સમક્ષ હાજર કર્યા, જાણો શું છે સંપૂર્ણ બાબત
સુરતમાં અપરાધીઓએ જાતે જ હથિયારો પોલીસ સમક્ષ હાજર કર્યા, જાણો શું છે સંપૂર્ણ બાબત (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 16, 2024, 5:29 PM IST

Updated : May 16, 2024, 6:45 PM IST

સુરત શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં લોકોને અપીલ કરી હતી (etv bharat gujarat)

સુરત:સુરત પોલીસ, ઝોન-2 અંતર્ગત આવનાર ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના કેટલાક વિસ્તાર સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. ઉપરાંત અહીં અપરાધિક ગતિવિધિઓ પણ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં અનેક વખત ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલોની પણ ધતના સામે આવી છે. આજ કારણોસર ઉધના અને પાંડેસરા પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી અપરાધિક ગતિવિધિ સાથે સંકળાયેલા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેના અંતર્ગત જેમના પણ ઘરે કોઈ ઘાતક હથિયારો હોય તેઓ સ્વેચ્છાથી પોલીસ સામે હજાર કરે જો આમ ન થાય તો કોમ્બિંગ હાથ ધરવામાં આવશે. અને આ દરમિયાન જેમના ઘરેથી હથિયાર નીકળશે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ અપીલ બાદ અપરાધીઓ એક બાદ એક ઘાતક હથિયારો લઈને જાતે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. તલવાર, ધારિયા, ચપ્પુ છરા, કોયતા, લાકડાના ફટકા, ધારિયા, રેમ્બો, ફરસી, લોખંડના પાઇપ, સળિયા બેઝબોલના ફટકા જેવા હથિયારો પોલીસને આ સંવેદનશીલ વિસ્તારોમાંથી મળી આવ્યા છે.

આશરે 160 જેટલા હથિયાર જમા કરાવવામાં આવ્યા છે. (etv bharat gujarat)

160 જેટલા હથિયાર જમા: આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે, "સુરત શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમે લોકોને અપીલ કરી હતી, કે તેઓના ઘરે જરૂરી કામ સિવાય જે પણ હથિયારો હોય તે લાવીને અમારી સામે જમા કરાવી દે. સાથે જો તેઓ અત્યારે જમા નહીં કરાવશે અને પછીથી શોધખોળ દરમિયાન તેમના ઘરેથી હથિયારો મળી આવશે, તો અમે કાર્યવાહી કરીશું. અમારી અપીલને ધ્યાનમાં રાખીને લોકોએ પોતાના ઘરેથી જે પણ હથિયાર હતા તે લાવીને પોલીસ સામે જમા કરાવ્યા છે. આશરે 160 જેટલા હથિયાર જમા કરાવવામાં આવ્યા છે.

સુરત પોલીસ દ્વારા હિન્દી, ઉર્દુ ઉપરાંત ક્ષેત્રીય ભાષાઓમાં ખાસ અપીલ કરવામાં આવી રહી છે. (etv bharat gujarat)

અલગ અલગ ભાષાઓમાં અપીલ: સાથે તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અલગ અલગ પ્રાંત અને ભાષાના લોકો વસવાટ કરે છે, જેથી અમે અલગ અલગ ભાષામાં અપીલ કરી હતી. જેમાં ઉર્દુ, હિન્દી, ઉડિયા, ગુજરાતી, પંજાબી, મરાઠી સહિતની ભાષાઓ સમાવેશ થયો હતો. અપીલ કર્યા બાદ લોકોએ સામેથી હથિયાર પોલીસ સમક્ષ મૂક્યા હતા. ત્રણ દિવસથી આ અપીલ કરવામાં આવી રહી છે.

  1. સુરત મનપા દ્વારા તમામ ખાડીઓની સાફ-સફાઈની કવાયત હાથ ધરાઈ - Surat Municipality corporation
  2. ચાલતી ટ્રેનમાં ચડવા જતી એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ, રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો વાયરલ - Surat train incident
Last Updated : May 16, 2024, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details