વેપારીની વેપારી સાથે ઠગાઇનો કેસ સુરત: આ કેસની વિગતો જોઇએ તો વેપારીએ વેપારી સાથે ઠગાઇ કર્યાંનું સામે આવ્યું છે. ઓલપાડ ખાતે કાર્યરત ધી પુરૂષોત્તમ ફાર્મસના કર્મચારી કમલેશભાઈ પટેલે ઓલપાડ પોલીસમાં ફરીયાદ મુજબ જવાહરનગર સોસાયટી બાવળા અમદાવાદનો રહેવાસી સમીરભાઇ હસમુખભાઇ ઠક્કર કે જે મંડળીઓ પાસેથી પૌવા મિલ માટે ડાંગરની ખરીદી કરી દલાલી કરતો હતો.
પૌઆ ફેક્ટરી માટે માલ લીધો : ગત તારીખ 31/05/2023 થી 11/07/2023 દરમિયાન મંડળી દ્વારા ગજાનન પૌઆ ફેક્ટરી રખીયાલ અમદાવાદ ખાતે કુલ્લે 1137=65 ક્વિ.કિલો ડાંગરનો માલ જેની [६.३.23,93,714/- નો ડાંગર નો જથ્થો તેમજ તા.6/6/2023ના રોજ ક્રિષ્ના પૌઆ ફેક્ટરી મહેમદાબાદ નાઓને 287=35 ક્વિ.કિલો. ડાંગરનો માલ જેની કિં.રૂ.5,87,027- મળી કુલ્લે કિંમત ३.29,80,741/- નો ડાંગરનો જથ્થો મંડળીએ દલાલ સમીર ઠક્કર મારફતે મોકલાયો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી :આ ડાંગરનો જથ્થો સમીરે જે તે ફેક્ટરી મોકલવાના બદલે ભગીરથભાઇ તથા બીજા વેપારીને વેચાણ કરી દીધેલો હતો. આ હકીક્ત મંડળીને ધ્યાન ઉપર આવી હતી. જેથી સમીરભાઈ ઠક્કર સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી હતી. ત્યાં તેઓએ આ ડાંગરનો માલ અથવા રૂપિયા પરત આપી દેવા જણાવેલું. જોકેે આજદિન સુધી ડાંગરનો માલ કે રૂપિયા રૂ.29,80,741/-પરત નહીં કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરવા બદલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તમામ માલ સગેવગે દીધો : ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી. આર. જાદવે જણાવ્યું હતું કે ઓલપાડ પોલીસની હદમાં પુરુષોત્તમ ફાર્મસ નામની એક મંડળી આવી છે. આ મંડળીમાં દલાલ સમીરભાઈ ઠકકર જેના મારફતે 29 લાખથી વધુનો માલ મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ વ્યક્તિએ તમામ માલ સગેવગે કરી ગુનો કર્યો છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
- Vadodara Crime : વડોદરામાં ઠગ ટોળકીએ રાજકોટના કર્મકાંડી સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી
- Ahmedabad Crime: આનંદનગરમાં 34 કરોડથી વધુની ઠગાઈ, પોલીસે આરોપીની કરી ધરપકડ