સુરત: શહેરના ઉધના વિસ્તારમાં બ્લુ ડાર્ટ પાર્સલ સર્વિસ સેન્ટરની ઓફિસમાં ચોરી કરી આગ લગાડી જનાર ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉધના પોલીસે આરોપીઓ પાસેથી 35.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા તપાસ હેટ ધરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ અન્ય કોઈ નહી પરંતુ કંપનીમાં જ કામ કરતાં કર્મચારીઓ હતા.
ઉધના પોલીસે આરોપીઓ પાસેથી 35.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો (Etv Bharat Gujarat) ચોરી કર્યા બાદ લગાવી આગ: ઉધના પોલીસ મથક પાસેથી મળતી મહીત્તી મુજબ જાણવા મળ્યું છે કે, 3 જુનના રોજ પાંડેસરા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લીમીટેડ નામના સર્વીસ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. કોઈ અજાણ્યા ઈસમો સેન્ટરમાં ઘૂસી આવ્યા હતા, અને મુદામાલ તેમજ રોકડા રૂપિયા 34.63 લાખની ચોરી કરી હતી. ત્યારબાદ ત્યાં સેન્ટર પર હજાર માલ સમાનને આગ લગાવી ભાગી ગયા હતા. આ બનાવ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ તપાસ હાથ ધરી હતી.
કંપનીના જ કર્મચારી આરોપી: આ બનાવમાં ઉધના પોલીસે કંપનીના જ કર્મચારી એવા 27 વર્ષના સિક્યુરીટી એક્ઝીક્યુટીવ ગોપાલરાવ વાસુદેવરાવ બનીસીટી બદરૂ મંગળુભાઈ ભુકણ(આહીર) અને 39 વર્ષીય સુપરવાઈઝર જાવેદઅલી મોહમદ અલી સૈયદને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 8,25,920, તેમજ 26.96 લાખની કિમંતના 40 નંગ મોબાઈલ, એક ડીવીઆર અને એક લેપટોપ મળી કુલ 35,51,920 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
કુલ 46.47 લાખનું નુકસાન થયું: આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ કરતા અઠવા નાનપુરા સ્થિત ટીમલીયાવાડ ખાતે આવેલી બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લી. કંપનીમાં રાખેલી ચીજવસ્તુઓ તથા રોકડા રૂપિયાની ચોરી કરી આગ લગાવવામાં આવી હતી, જેમાં કુલ 46.47 લાખનું નુકસાન થયું હતું. અને આ અંગે અઠવા પોલીસ મથકમાં કેસની નોંધણી થઈ હતી.