સુરત:શહેરના સચીન કપલેથા ચેકપોસ્ટ પાસેથી રૂપિયા 55,48,200નું એમડી (MD) ડ્રગ્સના મામલે સુરત ક્રાઈમ બ્રાંચે નાઈજીરીયન સહીત બે આરોપીઓને મુંબઈના નાલાસોપારા ખાતેથી ઝડપી પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં પહેલા પોલીસે ત્રણ આરોપીઓને સચીન કપલેથા ચેકપોસ્ટ પાસેથી એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આ ત્રણે આરોપી પાસેથી પોલીસે 554.82 ગ્રામનું એમડી (MD) ડ્રગ્સ પકડી પડ્યું હતું. ડ્રગ્સનો જથ્થો તેઓ હાલ પકડાયે આરોપીઓ પાસેથી લાવ્યા હતા. હાલ પોલીસે આરોપી અજય ગુલ્લા ઠાકુર અને ડેવીડ પ્રિન્સ ઉચે વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
અજય ગુલ્લા ઠાકુર અને ડેવીડ પ્રિન્સ ઉચે એમ બે આરોપીને ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat) આ બાબતે સુરત સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું કે, 'ચાર દિવસ પેહલા સુરતનાં સચીન કપલેથા ચેકપોસ્ટ પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રૂપિયા 55,48,200નું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું, આ કેસ અંતર્ગત આજરોજ અમારી ટીમ દ્વારા મુંબઈના નાલાસોપારા ખાતેથી આરોપી અજય ગુલ્લા ઠાકુર અને ડેવીડ પ્રિન્સ ઉચે એમ બે આરોપીને ઝડપી પાડ્યા છે.'
MD ડ્રગ્સ મામલે ક્રાઈમ બ્રાંચે નાઈજીરીયન સહીત બે આરોપીઓ ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat) વધુમાં જણાવતા ડીસીપી ભાવેશ રોજીયાએ કહ્યું કે, 'આરોપી અજય ગુલ્લા ઠાકુર વિરુદ્ધ મુંબઈના વિરાળ પોલીસ સ્ટેશનમાં અર્મ્સ એક્ટ મુજબનો ગુનો પણ દાખલ કરવામાં હતો. હાલ પકડાયેલ બંને આરોપીઓ MD ડ્રગ્સ ક્યાં ક્યાંથી લાવતા હતા? કોની પાસેથી લાવતા હતા? કોને કોને MD ડ્રગ્સ સપ્લાય કરતા હતા? તે જાણવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેથી MD ડ્રગ્સના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાસ કરી શકાય છે. આમ, સમગ્ર મામલે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.'
સુરતમાં રૂ. 55.48.200 ના MD ડ્રગ્સ મામલે ક્રાઈમ બ્રાંચે નાઈજીરીયન સહીત બે આરોપીઓ ઝડપી પાડ્યા (Etv Bharat Gujarat) અગાઉ પકડાયેલા આરોપી વિશે જણાવતા તેમણે કહ્યું કે, 'આ પહેલા અમારી ટીમ દ્વારા ચાર દિવસ અગાઉ સચીન કપલેથા ચેકપોસ્ટ ખાતેથી આરોપી ઇરફાનખાન મોહમદખાન પઠાણ, મોહમદ તૌસીફ મોહમદ રફીક શા અને અસફાક ઇર્ષાદ કુરેશી નાઓને પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓ આ ડ્રગ્સનો જથ્થો હાલ પકડાયેલા આરોપીઓ પાસેથી લાવ્યા હતા.'
આ પણ વાંચો:
- કાયદો હાથમાં લેનારને કાયદાનું ભાન કરાવ્યું, જાણો સુરતનો આ કિસ્સો
- પોરબંદરના સમુદ્રમાંથી 700 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા, 8 ઈરાની નાગરિકોના 4 દિવસના રીમાંડ મંજૂર