સુરત : શહેરના પોશ વિસ્તારમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટો સટ્ટાકાંડ ઝડપી પાડી ત્રણ બુકીની ધરપકડ કરી છે આ આરોપીઓ પૈકી સોશિયલ મીડિયામાં રીલ સ્ટાર તરીકે પોતાની ઓળખ બનાવનાર ચિન્ટુભાઈજી નામના આરોપીની પણ ધરપકડ કરાઈ છે. આરોપીઓ કેસીનો, ક્રિકેટ, ટેનિસ, હોકી, ફૂટબોલ, કબડ્ડી તેમજ આઇપીએલ જેવા ગેમ પર સત્તા રેકેટ ચલાવતાં હતાં.
હજારો ફોલોવર્સ ધરાવનાર આરોપી ચિન્ટુ : ઇન્સ્ટાગ્રામ પર 188k ફોલોવર્સ ધરાવનાર અને પોતાને ગોલ્ડ મેન તરીકે બતાવી અને રીલ બનાવનાર ચિન્ટુભાઈજીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હજારો ફોલોવર્સ ધરાવનાર આરોપી ચિન્ટુના ચાહકોને ખબર નહીં હોય કે જે ચિન્ટુની રીલ તેઓ પસંદ કરી રહ્યા છે અને સાત મિલિયન તેના રીલ પર વ્યુ આવે છે તે સટ્ટાકાંડનો આરોપી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ડમી સીમકાર્ડથી ચાલતા સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરના પોશ વિસ્તાર વેસુમાં સટ્ટાકાંડ ચાલતું હતું. જેમાં રાજકોટ અમરેલી અમદાવાદ પાટણ મહેસાણાના પાંચ બુકી પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે. સુરતમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચેે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ બુકી ક્રિકેટ, કેસીનો, ફૂટબોલ, ટેનિસ, હોકી, કબડ્ડી તેમજ આઇપીએલ જેવા ઇન્ટરનેશનલ ગેમ પર સટ્ટા રેકેટ ચલાવતા હતાં.
મુખ્ય સૂત્રધાર સટોડીયા ત્રણ : આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ જણાવ્યું હતું કે વેસુ વિસ્તાર ખાતે આવેલા એબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ઓનલાઇન વેબસાઈટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેમાં કેસીનો, ક્રિકેટ, ટેનિસ, હોકી, ફૂટબોલ, કબડ્ડી જેવી લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડી સટ્ટા બેટિંગનો જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર સટોડીયા ત્રણ લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેમાં આરોપી ગજાનન ટેલર, ચીનાશુ ગોઠી અને હિરલ દેસાઈ શામેલ છે.
Vmgs365.co નામની વેબસાઈટ ચલાવતા હતાં :સાથે તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી રૂ. 4,30,000 મળી આવ્યા છે. આ લોકો Vmgs365.co નામની વેબસાઈટ ચલાવતા હતાં. આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીઓએ જણાવ્યું હતું કે, ગજાનંદ ટેલરે અજાણ્યા વ્યક્તિ પાસેથી સીમકાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદે સીમકાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઇન ગેમો રમાડવા તેમજ અન્ય આરોપીઓને ચીનાશુ ગોઠી તેમજ હિરલ દેસાઈ ઓનલાઈન ગેમની વેબસાઈટ સંભાળવા માટે પગાર તેમજ કમિશન ઉપર રાખ્યા હતા. આરોપી ગજાનન ઉપર સાત જેટલા પોલીસ ફરિયાદ છે જ્યારે હિરલ દેસાઈ ઉપર એક પોલીસ ફરિયાદ છે.
- Rajkot News: સટ્ટોડિયા સલવાયા, ઓનલાઈન સટ્ટો રમાડતા 3 શખ્સોની પોલીસે કરી ધરપકડ
- Ahmedabad Crime : ઇન્ટરનેશનલ સટ્ટા કેસમાં બે હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન વધવાની શક્યતા, કેન્દ્રીય એજન્સીઓ જોડાશે તપાસમાં