સુરત: સુરતમાં વર્ક પરમીટ વિઝા કઢાવી આપવાના બહાને રૂપિયા 21 લાખની છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં ઉધના પોલીસે એક આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદીને વર્ક પરમીટ વીઝા કઢાવી આપવાના બહાને પૈસા પડાવ્યા હતા. જે બાદ આરોપીને ગોળ-ગોળ ફેરવી ફોન બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં આરોપી વિરુદ્ધમાં ગત 5 ઓક્ટોબરના રોજ છેતરીપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે આરોપી ચિરાગ જયેશભાઇ સિહોરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
કેવી રીતે બની આ ઘટના: આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે,'ઉધના પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે વિઝા પરમિટ અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. જે મામલે પોલીસે તપાસ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ બનાવમાં ફરિયાદીને સૌ પ્રથમ વખત આરોપી ગૌરાંગ શિહોરા નામના વ્યક્તિ સાથે મુલાકાત થઇ હતી. ગૌરાંગ શિહોરા અમદાવાદ ખાતે KBC ઈમિગ્રેશન નામની ફર્મ ચલાવે છે. જે વર્ક પરમિટ અને વિઝા પરમિટ માટે પ્રોસેસ કરે છે. તે વ્યક્તિ સાથે સંપર્ક થયો અને સંપર્ક થયા બાદ તે વ્યક્તિને વર્ક પરમિટ વિઝા કઢાવી આપવા માટે રૂપિયા 21 લાખ આપ્યા હતા.