સુરત: સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન આવ્યા બાદ સુરતમાં ગંદકી ન જોવા મળે અને સ્વચ્છતાનું સખ્ત પાલન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે, અને કચરો કરવાવાળાઓને આ મામલે ચેતી જવા જેવો દાખલો પુરો પાડ્યો છે. પહેલીવાર પાલિકાએ કચરો કરનારા સામે દંડનું શસ્ત્ર ઉગામ્યુ છે. શહેરમાં વાજતે-ગાજતે નીકળેલા એક વરઘોડા દરમિયાન જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને કચરો કરવાનું સામે આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને કચરો કરનારને 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Surat News: હવે ચેતી જજો... વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને સુરત મનપાએ ફટકાર્યો દંડ - undefined
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યા બાદ હવે સુરત મહાનગરપાલિકા ભારતમાં કોઈપણ પ્રકારની બેદરકારી ઈચ્છતી નથી. આ જ કારણ છે કે, પાલિકાએ ગંદકી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. કચરો કરવાવાળાઓને ચેતી જવાની જરૂર છે કારણ કે પાલિકા એક્શન મોડમાં છે. વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનાર લોકોને પણ પાલિકાએ દંડ ફટકાર્યો છે.
Published : Feb 5, 2024, 1:55 PM IST
કચરો કરવો ભારે પડશે: અશ્વિનભાઈ પંડ્યા નામના વ્યક્તિને આ દંડની રીસીપ્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા મોકલવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, પ્રસંગ દરમિયાન વૈશાલી રોડ ઉપર ડીજેના પ્રોગ્રામ સમયે ફટાકડા ફોડીને કચરો કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા બે ફેબ્રુઆરીના રોજ દંડની રિસિપ્ટ તેમને આપવામાં આવી હતી, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કચરો કરવા બદલ તેમને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
CCTV માધ્યમથી સતત મોનેટરીંગ: આરોગ્ય અધિકારી આશિષ નાયક એ જણાવ્યું હતું કે, સ્વચ્છતા સર્વેક્ષણ પછી પણ સુરતને સ્વચ્છ રાખવા માટે તમામ પ્રકારની તકેદારીઓ લેવામાં આવી રહી છે. લોકો કચરો ન કરે આ માટે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેના માટે સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત મોનેટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે જે લોકો જાહેર રસ્તા પર કચરો કરે છે તેમને ખાસ કરીને દંડ ફટકારવામાં આવે છે. સુરત શહેરે જે રેકોર્ડ્ સ્થાપિત કર્યો છે તે આવનાર દિવસોમાં પણ કાયમ રહે આ માટે અમે સજ્જ છીએ અને પ્રજા પણ અમારી આ ઝુંબેશ માં સહભાગી બને એ પ્રયત્નશીલ રહેશે.
TAGGED:
ETVBharatGujarat Surat SMC