સુરત : કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે પસાર થતી તાપી નદીમાં કૂદી એક યુવકે આત્મહત્યા કરી છે. પ્રેમિકા સાથે બ્રેકઅપ થયા ડાન્સ ક્લાસિસ ચલાવતા એક 24 વર્ષીય શિક્ષકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ શિક્ષકનો મૃતદેહ શોધી પરિવારને સોંપ્યો હતો.
યુવકે લગાવી મોતની છલાંગ :સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. લોકો નજીવી બાબતે આપઘાત કરી રહ્યા છે. તેને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામ પાસે પસાર થતી તાપી નદીમાં એક યુવકે મોતની છલાંગ લગાવી હતી.
સુરતના 24 વર્ષીય યુવકે તાપી નદીમાં લગાવી મોતની છલાંગ (ETV Bharat Gujarat) મૃતદેહ મળ્યો :આ અંગેની જાણ કામરેજ ફાયર વિભાગને થતા કામરેજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગે મૃતકની શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ નદીમાં છલાંગ લગાવનારનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જે બાબતે હાજર કામરેજ પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવકનું નામ જીજ્ઞેશ પરમાર અને તે મૂળ સોમનાથ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.
24 વર્ષીય ડાન્સ ટીચર :મૃતક હાલ સુરતના પુના વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક જીગ્નેશ પરમાર ડાન્સ ક્લાસીસ ચલાવતો હતો અને તેને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે તેઓનું છેલ્લા બે મહિનાથી પ્રેમિકા સાથે બ્રેકઅપ થઈ જતા તે હતાશામાં આવી ગયો હતો. જેના કારણે આ આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
- મુસ્લિમ પરિણીતાએ આપઘાત કર્યાનો આરોપ, પોલીસે 3 સામે નોંધ્યો ગુનો
- સુરત આત્મહત્યાના કેસની હકીકત : પીડિત હતો સાઇબર ક્રાઇમનો શિકાર