ગુજરાત

gujarat

ETV Bharat / state

લિફ્ટમાં ફસાઈ 10 વર્ષીય બાળકી, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

સુરતના વેસુ વિસ્તારમાં લિફ્ટ ખોટકાઈ જતા 10 વર્ષની બાળકીનું લિફ્ટમાં ફસાઈ હતી. જોકે પાવર ઓફ કરી ફાયર વિભાગે બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 8:06 AM IST

સુરત :વેસુ વિસ્તારમાં લિફ્ટ ખોટકાઈ જતા 10 વર્ષની બાળકીનું અડધું શરીર લિફ્ટની બહાર અને અડધું અંદર રહી ગયું હતું. જોકે, લિફ્ટનો પાવર ઓફ કરી ફાયર વિભાગ દ્વારા બાળકીનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

લિફ્ટમાં બાળકી ફસાઈ :આ બાબતે વેસુ ફાયર વિભાગના ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે, અમને ફાયર કંટ્રોલ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે, એક બાળકી જે લિફ્ટમાં ફસાઈ છે. પરંતુ તેનું અડધું શરીર લિફ્ટની અંદર અને અડધું બહાર, એ રીતે ફસાઈ ગઈ હતી. જેનો કોલ મળતા જ અમે વેસુ વિસ્તારમાં આવેલ ધીરજ સન્સની સામે શ્રીજી રેસીડેન્સીમાં પહોંચ્યા હતા.

લિફ્ટ ખોટકાતા બન્યો બનાવ :શ્રીજી રેસીડેન્સીના ફ્લેટ નંબર 401 માં રહેતા સુરેશભાઈ મહેતાની 10 વર્ષીય પુત્રી કિયારા 7:30 વાગ્યાની આસપાસ સ્કૂલ જવા લિફ્ટની અંદર આવી હતી. ત્યારે લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેણી અડધી લિફ્ટમાં અને અડધી બહાર ફસાઈ હતી. લિફટમાં વિચિત્ર રીતે ફસાયેલી કિયારા ચીસો પાડવા લાગતા માતા-પિતા દોડી આવ્યા હતા.

સફળ રેસ્ક્યુ ઓપરેશન :બાદમાં તેમના દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં હતી. અમારી ટીમે કિયારાને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જોકે કિયારાનો આ ચમત્કારિક બચાવ થયો હતો. લિફટમાં વીજ પાવર બંધ થઈ જવાના કારણે લિફ્ટ અટકી ગઈ હતી. જો લિફ્ટ ચાલુ હોત તો તેણીને ગંભીર ઈજા થવાની શક્યતા હતી. જોકે, બનાવને લઈને તેણીને ઈજા પહોંચી ન હતી.

  1. સુરતમાં લક્ઝરી બસની બ્રેક ફેલ થતા બસે ચાર વાહનને અડફેટે લીધા
  2. ઉપરપાડામાં 44થી વધુ બાળકોને ઝાડા-ઉલ્ટી મામલે ફૂડ સેમ્પલની તપાસ

ABOUT THE AUTHOR

...view details