43 એમએલડીની જરુરિયાત સામે મળે છે માત્ર 40 એમએલડી પાણી ભુજઃ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યું છે ભુજ. સ્થાનિકોને તંત્ર દ્વારા 3થી 4 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે. શહેરની દૈનિક પાણીનો વપરાશ 42થી 43 MLD જેટલો છે જે સામે 40 MLD પાણી નર્મદાનું મળે છે. તેથી કહી શકાય કે ભુજ શહેર નર્મદાના આયાતી પાણી પણ વધુ નિર્ભર છે.
5 દિવસ ચાલે તેટલું પાણીઃ જો નર્મદાનું પાણી કોઈ કારણસર ન મળે તો ભુજ પાસે 5 દિવસથી વધુ પાણી પૂરું પાડી શકાય તેવી કોઈ આંતરિક વ્યવસ્થા જ નથી. તેના કારણોમાં કોઈ સ્થાનિક જળ સ્ત્રોત વિકસાવવામાં નથી આવ્યા, જે જૂના જળ સ્ત્રોતો હતા તેમાં પણ ધીમે ધીમે અસંખ્ય બાંધકામો અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાના કારણે તે નષ્ટ થઈ ગયા છે.
ઉનાળાની શરુઆતમાં જ ભુજ શહેરમાં પીવાના પાણી તંગી વર્તાઈ 400 રુપિયાના ટેન્કર્સઃ ભુજમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે શહેરીજનોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. શહેરની લાભ-શુભ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. સોસાયટીમાં ક્યારેક 4-5 દિવસે પાણી મળે છે તે પણ ખૂબ ધીમું આવે છે. જેથી સ્થાનિકોને 400 રૂપિયાના ભાવે ટેન્કર મંગાવાની ફરજ પડી રહી છે.
અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીંઃ આ વિસ્તારમાં પાણી સમસ્યા કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. ભુજ નગર પાલિકાના સતાધીશો આ વિસ્તારમાં મુલાકાત લેવા પણ નથી આવતા અને ઓફિસમાં જણાવે છે કે આ સમસ્યાનો ઉકેલ આવી જશે. ભુજ નગર પાલિકાના ધક્કા ખાવાની જરૂર નથી પરંતુ હજી સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં નથી આવ્યો.
ભુજ નગર પાલિકા પાણીની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે અહીંના સ્થાનિકોને પાણીનું બિલ પણ ભરવું પડી રહ્યું છે તો સાથે સાથે 400 રૂપિયાના ટેન્કર પણ મંગાવવા પડી રહ્યા છે. જ્યારે પાણી આપવામાં આવે છે ત્યારે અમુક વિસ્તારમાં પાણી આવતું જ નથી અને અમુક વિસ્તારમાં પાણીનો પ્રેશર ખૂબ ઓછું હોય છે...હસ્તી જોશી(સ્થાનિક, લાભ-શુભ સોસાયટી, ભુજ)
ભુજના આંતરિક જળસ્ત્રોતો નષ્ટ પામ્યાઃભુજના જળસ્રોત અંગે વાતચીત કરતા એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજી સંસ્થાના ડાયરેક્ટર યોગેશ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજ નગર પાલિકાના આકલન મુજબ ભુજ શહેરને 42થી 43 MLD પાણીની દૈનિક જરૂરિયાત છે. જેમાં મોટા ભાગના પાણીનો જથ્થો નર્મદા દ્વારા મેળવવામાં આવી રહ્યું છે પરંતુ જેમ જેમ વસ્તીમાં વધારો થાય છે તેમ તેમ પાણીના જથ્થામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભુજ શહેરમાં અગાઉ અનેક આંતરિક જળ સ્ત્રોત હતા જે હવે નિષ્ક્રિય થઈ ગયા છે તેમજ અનેક બાંધકામો થવાના કારણે નષ્ટ થઈ ગયા છે. ભુજમાં અગાઉ સ્થાનીય ભૂગર્ભ જળ ખૂબ જ સારું હતું પરંતુ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે.જો ભુજના જૂના પારંપરિક જળ સ્ત્રોતનું ચોક્કસ વ્યવસ્થાપન અને આકલન કરવામાં આવે તો તેનો સારો એવો ઉપયોગ કરીને ભૂગર્ભ જળ સંગ્રહી શકાય છે.
ઉનાળાની શરુઆતમાં જ ભુજ શહેરમાં પીવાના પાણી તંગી વર્તાઈ નગર પાલિકાનું પાણીનું સંપૂર્ણ રીતે નર્મદા પર આધારિતઃ ભુજ નગર પાલિકાના ચિફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, ભુજ નગરલપાલિકાની હદમાં આવતા તમામ વિસ્તારોને દર 3 દિવસે પાણી પહોંચાડવામાં આવે છે. હાલ ભુજ નગર પાલિકાનું પાણીનું સંપૂર્ણ રીતે નર્મદા પર આધારિત છે. નર્મદા કેનાલમાં જયારે ભંગાણ સર્જાય છે તેના લીધે ભુજવાસીઓને પાણી સપ્લાય કરવામાં તકલીફ થતી હોય છે. આગામી સમયમાં ભુજવાસીઓને નિયમિત પાણી મળે છે તે માટે ધુનારાજા ડેમથી પાણી લેવા માટેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેનો અમલ નજીકના ભવિષ્યમાં કરવામાં આવશે.
- Banaskantha News : સરહદી વિસ્તારોમાં હવાડા કોરાધાકોર જેવા, માનવ સાથે પશુ પાણી વિનાના ટળવળતા
- Water Crisis : પીવાનું પાણી મેળવવાની રઝળપાટના દ્રશ્યો હલબલાવે એવા, દર વર્ષની સમસ્યા છતાં બનાસકાંઠા જિલ્લા તંત્ર નઘરોળ કેમ?