ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરાજીની શાળાએ બનાવી સૈનીક ભાઈઓ માટે 8*8ની રાખડીઃ દેશની રક્ષા કરતા જવાનોને કર્યા યાદ - Raksha Bandhan 2024 - RAKSHA BANDHAN 2024

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાજકોટના ધોરાજીની એક શાળાના વિદ્યાર્થીઓએ દેશની સુરક્ષા માટે ફરજ નિભાવતા જવાનો માટે આઠ બાય આઠની રાખડી બનાવી જવાનોને મોકલવામાં આવશે. જુઓ આ અહેવાલમાં. - Rakshabandhan 2024 Rakhi for Army

દેશના જવાનો માટે બાળકોએ બનાવી રાખડી
દેશના જવાનો માટે બાળકોએ બનાવી રાખડી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 17, 2024, 6:17 PM IST

રાજકોટ: આગામી 19 મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે આ રક્ષાબંધન નિમિત્તે સૌ કોઈ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવતી હોય છે. ભાઈની રક્ષા માટે રક્ષાસ્વરૂપ રાખી બાંધી ભાઈની રક્ષા થાય તે માટે બહેન તેમના ભાઈને રાખડીઓ બાંધતી હોય છે. ભારતમાં રક્ષાબંધનનું મહત્વ ખૂબ જ વધારે છે ત્યારે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની એક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતનાઓએ સાથે મળી દેશની રક્ષા અને સુરક્ષા માટે ફરજ બજાવતા દેશના જવાનોને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડી મોકલીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.

ધોરાજીની શાળાએ બનાવી સૈનીક ભાઈઓ માટે 8*8ની રાખડી (Etv Bharat Gujarat)

વિદ્યાર્થીઓએ 15થી 20 દિવસ મહેનત કરી બનાવી રાખડી

ધોરાજી શહેરમાં આવેલી શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અને તેમની સાથે તેમના શિક્ષકો અને શાળાના સંચાલકોએ અંદાજિત 15 થી 20 દિવસની મહેનત કરી 8 બાય 8 ની એક વિશાળ રાખડી તૈયાર કરી છે. જેમાં આ રાખડી તૈયાર કરી અને શાળા પરિવાર તરફથી દેશના જવાનોને મોકલવામાં આવશે. ત્યારે આ રાખડી તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ શાળા પરિવારમાં પણ આ રાખડી બનાવવામાં અને દેશના જવાનોને મોકલવા માટેનો વિશેષ ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓએ બનાવી જવાનો માટે રાખડી (Etv Bharat Gujarat)

'રક્ષાબંધન પર દર વર્ષે શાળા કાંઈક નવીન આયોજન કરે છે'

શાળાના ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમના શાળા પરિવાર દ્વારા રક્ષાબંધન નિમિત્તે દર વર્ષે કંઈક નવીન આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આ નવીન આયોજનમાં સંસ્થા દ્વારા વિવિધ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે તેમના દ્વારા દેશના વીર જવાનો માટે વિશેષ રૂપે રાખડી બનાવી દેશના જવાનોને આ રાખડી મોકલવામાં આવશે.

વિદ્યાર્થીઓએ બનાવી જવાનો માટે રાખડી (Etv Bharat Gujarat)

શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના પાવન પર્વનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દેશના શહીદ વીર જવાનો કે જેવો દેશની રક્ષા કરે છે. તેમના માટે વિશેષ રૂપે રક્ષાબંધનનું આયોજન થઈ શકે અને તેમને પણ રાખડી તેમના કોઈ બહેનો દ્વારા બાંધવામાં આવે તેવા નેક અને ઉત્તમ વિચારની સાથે વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળાના સંચાલકોએ સંયુક્ત રીતે અંદાજિત 15 દિવસની મહેનત કરી ખૂબ જ બારીકાઈથી આ રાખડીને બનાવી છે. આ રાખડી બનાવ્યા બાદ આગામી દિવસની અંદર દેશના વીર જવાનોને મોકલવામાં પણ આવશે.

વિદ્યાર્થીઓએ બનાવી જવાનો માટે રાખડી (Etv Bharat Gujarat)
  1. કોલકતાની પીશાચી બનાવના પડઘા કચ્છમાં પડ્યા, ભુજના ડોકટરો 24 કલાકની હડતાળ પર ઉતર્યા - GK General Hospital doctor strike
  2. અમદાવાદમાં IMA ડોક્ટર્સની હડતાળ : ખાનગી હોસ્પિટલોએ પણ બંધને સમર્થન આપ્યું - IMA Doctors strike

ABOUT THE AUTHOR

...view details