ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jul 25, 2024, 5:42 PM IST

ETV Bharat / state

અમીરગઢની વિરમપુર શાળામાં શૌચાલય સાફ કરતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ - students cleaning toilets

શું આ રીતે ભણશે ગુજરાત? બનાસકાંઠામાં અમીરગઢના વિરમપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. students cleaning toilets in Amirgarh's Virampur school has gone viral video

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

બનાસકાંઠાઃ બાળકો શાળામાં શિક્ષણ મેળવવા જાય છે પરંતુ અમીરગઢના વિરમપુર પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણના સમયે જ ટોયલેટ સાફ કરાવતા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. જેમાં ગામના એક અગ્રણી દ્વારા સ્કૂલમાં ઓચિંતી તપાસ કરતા બાળકો શાળાના ટોયલેટ સાફ કરતા નજરે પડ્યા હતા. તે સમયે આ અગ્રણી દ્વારા બાળકોનો આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

શું આ રીતે ભણશે ગુજરાત?: એક તરફ ગુજરાતમાં પ્રવેશોત્સવના નામે મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે. બાળકો ભણીને ગુજરાતનું નામ રોશન કરે તેવા સપના સરકાર બાળકોને બતાવે છે પણ બનાસકાંઠાના વિરમપુર પ્રાથમિક શાળામાં કંઈક અલગ જ સ્થિતિ છે. જે બાળકો અહીંયા શિક્ષણ લેવા આવે છે તે બાળકો પાસે ટોયલેટ સાફ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં બાળકો ખુદ કહી રહ્યા છે કે ટોયલેટ સાફ કરાવવા માટે શિક્ષકોએ વારા બાંધ્યા છે. જે ગુરુઓનું કામ બાળકોને શિક્ષણ આપવાનું છે તે ગુરુઓ બાળકો પાસે શાળામાં આ પ્રકારનું કામ કરાવે તે કેટલું યોગ્ય છે?

યોગ્ય કાર્યવાહીની માંગઃ બાળક ભણી ગણીને પગભર થાય અને કંઈક મોટા માણસ બને તેવા સપના વાલીઓ સેવતા હોય છે પરંતુ સ્કૂલના આ દ્રશ્યો સામે આવતા વાલીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી રહી છે.

  1. સરકારી શાળામાં સફાઈ કામદાર કરાવી રહ્યો છે અભ્યાસ, વિડીયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details