અમદાવાદ:ગુજરાતના આણંદ સ્થિત આવેલ એશિયાની શ્રેષ્ઠ અને આધુનિક દૂઘ ડેરી અમૂલની સ્થાપના 1945માં થઈ હતી. અમૂલનું સ્વપ્ન ગાંધીવાદી ત્રિભુવનદાસ પટેલે સાકાર કર્યું હતુ. મૂળ આણંદના ત્રિભોવનદાસ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં ગ્રામીણ વિકાસના પાઠ ભણ્યા અને તેને આજીવન સાર્થક કર્યા. 14, ડિસેમ્બર - 1945ના રોજ ત્રિભોવનદાસ પટેલે ધ ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડકશન યુનિયન લિમિટેડની સ્થાપના કરી. જે આજે અમૂલના નામે જગવિખ્તાત છે. ત્રિભોવનદાસ પટેલની સાથે કેરળવાસી કુરિયન જોડાયા અને ગુજરાત અને દેશમાં શ્વેતક્રાંતિના મંડાળ થયા. ડૉ. વી. કુરિયનના નામે જાણીતા કુરિયને દેશને દૂધમાં આત્મનિર્ભર બનાવવા માટે 1973માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડની સ્થાપના કરી હતી.
1946થી આરંભાઈ છે અમૂલની શ્વેત ક્રાંતિ પોલસન ડેરી વિરુદ્ધ અમૂલનો સંઘર્ષ
આઝાદી પહેલા અને પછીના સમયમાં પણ ખેડ જિલ્લામાં દૂધ અકત્ર કરી તેને વેચવાનો પરવાનો પોલ્સન ડેરીના નામે હતો. પોલ્સન ડેેરી તેના નફા માટે તેના દૂધ ઉત્પાદકોનું શોષણ કરતી હતી. આ સમયે દૂધ ઉત્પાદકોની ફરિયાદ સરદાર પટેલ પાસે પહોંચી. સરદાર પટેલે ત્યારે મોરારજી દેસાઇને ખેડા મોકલી પોલ્સન ડેરીના મામલે ઉકેલ લાવવા કહ્યું. સરદાર પટેલે પોલ્સન ડેેરીની સમસ્યાને દૂર કરવા ખેડા-આણંદના ચરોતર વિસ્તારમાં દૂધ ઉત્પાદકોની પોતાની સહકારી મંડળી સ્થાપવા માટે સુચન કર્યા. સરદાર પટેલની નજરમાં એ સમયે ચરોતર વિસ્તારના ગાંધીવાદી અને ચરોતર વિસ્તારથી પરિચિત ત્રિભોવનદાસ પટેલ પર પડી અને ગાંધી રંગે રંગાયેલા ત્રિભોવનદાસ પટેલે વિસ્તારના દરેક ગામમાં દૂધ ઉત્પાદકોની પોતાની સહકારી દૂધ મંડળી સ્થાપવાનો આરંભ કર્યો. એક તરફ દરેક દૂધ ઉત્પાદકને સમજાયું કેસ કોઈએ પોલ્સન ડેરીમાં દૂધ ભરવું નહીં, પણ પોતાની ગામની દૂધ મંડળીને દૂધ આપવું. ધીરે-ધીરે ગામમાં દૂધ ઉત્પાદકો સમજતા ગયા અને 1946ના અંત સુધી તો પોલ્સન ડેરીની એકહથ્થુ સત્તા સામે ખેડાના પાંચ ગામોમાં દૂધ ઉત્પાદકોની મંડળી રચાઇ. જેનું મૂખ્ય મથક આણંદ બન્યું હતુ. અને કુલ 70 સભાસદોના સહકારથી ખેડા સહકારી સંધની સ્થાપના થઇ. આમ અમૂલ પોલ્સન ડેરીના શોષણ સામે દૂધ ઉત્પાદકોની પોતાની સહકારી મંડળીઓ સર્જાઇ, જે દેશમાં અમૂલ ક્રાંતિના નામે ઓળખાય છે.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GMMFL)ની 50 વર્ષની સફર યુનિસેફ અને ન્યૂઝિલેન્ડ સરકારની મદદથી અમૂલ આધુનિક બન્યુ
1, જૂન - 1948થી દૂધને વૈજ્ઞાનિક રીતે એકત્ર, સંગ્રહ અને પાશ્ચરીકરણ કરી શુદ્ધ દૂધ વેચવાનો આરંભ થયો. આરંભમાં અમૂલને યુનિસેફ અને ન્યૂઝિલેન્ડ સરકાર દ્વારા એ સમયે રુપિયા ત્રણ લાખની કિંમતના આધુનિક યંત્રો ભેટ સ્વરુપે મળ્યા, જે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. એ સમયે તત્કાલ બોમ્બે સ્ટેટની સરકારે રૂ. 10 લાખની આર્થિક સહાય કરી હતી. આરંભની મદદ બાદ માત્ર છ વર્ષના ટૂંકા સમયગાળામાં દૂધની આવક વધતી ગઈ.આરંભના છ વર્ષમાં જ અમૂલને પોતાની ક્ષમતા દૈનિક 45 હજાર લીટર સુધી કરવી પડી. અમૂલની સાથે દેશના 18,600 ગામો જોડાયા છે અને દૈનિક રુ. 150 કરોડની દૂધ અને દૂધ ઉત્પાદનની કમાણી કરે છે. દેશમા અમૂલ સાથે 20 લાખ ખેડૂતો સભાસદ તરીકે જોડાયા છે, તેને વિશ્વની સૌથી તાકાતવર સહકારી મંડળી બનાવે છે.
પોલસન ડેરી વિરુદ્ધ અમૂલનો સંઘર્ષ ઓપરેશન ફ્લડ અને NDDBની રચના
અમૂલના વિકાસ અને વિસ્તરણમાં 1964 મહત્વનું સાબિત થયું. વર્ષ 1964માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આણંદ આવ્યા અને પશુદાણ નિર્માણ માટેના આધુનિક પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એ પ્રવાસમાં રાત્રે ખેડૂતના ઘરે રોકાઇને સહકારી મંડળીના ફાયદા જાણ્યા. અમૂલ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી પહેલી વાર ડૉ. કુરિયનને મળ્યા અને તેમના પ્રભાવિત થયા. લાલ બહાદુર શાસ્ત્રી અને ડૉ. કુરિયનની મિટિંગમાં વડાપ્રદાન શાસ્ત્રીએ ડૉ. કુરિયનને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કંઇક કરવા પર ભાર મૂક્યો. અને ત્યાર બાદ ઼ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરે અને દૂધ ક્ષેત્રે સ્વનિર્ભરતા પણ ઉભી થાય એ હેતુથી 1965માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDBની રચના કરાઈ. NDDBના માધ્યમથી ડૉ. કુરિયને વિશ્વ બેંકના ધિરાણ મેળવ્યું. જેનાથી પશુપાલનના વિકાસ, દૂધ ઉત્પાદનમાં વધારો, દૂધ પ્રોસેેસિંગ અને વિતરણમાં સુધારો લવાયો. જેના થકી વધુને વધુ દૂધ ઉત્પાદકોને અમૂલ સાથે જોડાયા અને દેશમાં ઓપરેશન ફ્લડ થકી શ્વેત ક્રાંતિ સર્જાઈ.
યુનિસેફ અને ન્યૂઝિલેન્ડ સરકારની મદદથી અમૂલ આધુનિક બન્યુ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)ની 50 વર્ષની સફર
દેશમાં આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)એ સૌથી મોટી ખાદ્ય ઉત્પાદકની માર્કેટિંગ સંસ્થા છે. ગુજરાત અને દેશમાં અમૂલ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) થકી તેનું દૂધ અને તેના દૂધ ઉત્પાદકો કરોડો ગ્રાહકો સુધી પહોંચાડે છે. ખેડૂતો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)માં સભાસદો છે. અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એ તેના દૂધ ઉત્પાદક ખેડૂતો અને ગ્રાહકોના હિતનું ધ્યાન રાખે છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)નું સૌથી મોટું ઉત્પાદન દૂધની બનાવટોમાં છે. આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL)ના ઉત્પાદનો વિશ્વના 40થી વધુ દેશોમાં વેચાય છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMFL) દેશ અને વિશ્વમાં દૂધ, દૂધનો પાવડર, પનીર, ઘી, દહીં,છાસ, ચોકલેટ અને મિઠાઈની નિકાસ કરીને દેશને સારું હુંડિયામણ કમાવી આપે છે.
- નેશનલ મિલ્ક ડે: અમુલ હવે બાયો CNG બનાવવા તરફ આગળ વધશે
- AMUL News: અમૂલ 72,000 કરોડનું ટર્ન ઓવર હાંસલ કરીને બની ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ