સુરત:પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે એક અજાણ્યો યુવક BRTS રૂટની રેલિંગ કુદીને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતી BRTS બસની અડફેટમાં આવી જતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓ રોષે પણ ભરાયા હતા.
સુરતના પાંડેસરામાં મોડી રાતે BRTS બસ પર પથ્થર મારો, શું છે સમગ્ર ઘટના જાણો... - surat crime - SURAT CRIME
સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાતે BRTS બસ ઉપર પથ્થર મારો કરી કાચ તોડવામાં આવ્યા હતા. પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી. શું છે સમગ્ર મામલો..
Published : Oct 6, 2024, 7:30 PM IST
અન્ય BRTS બસના ચાલકો ગભરાયા:જેથી તેઓ દ્વારા બસ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને બસમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ BRTS બસના કાચ પણ તોડવામાં આવ્યા હતા. આ જોઈ અન્ય BRTS બસના ચાલકો પણ ગભરાઈને પોતાની બસ મૂકી ત્યાંથી જતા રહ્યા હતા. જોકે બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગઈ હતો. અને રોષે ભરાયેલા લોકોને વિખેરી નાંખ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. યુવક કુદીને રેલિંગ ઓળંગતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ પણ વાંચો: