ગુજરાત

gujarat

ETV Bharat / state

એસટી કર્મચારીઓ માટે આનંદો, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો - hike in dearness allowance

સામી દિવાળીએ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. Increase in dearness allowance of ST employees

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા  ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 10:35 PM IST

ગાંધીનગર: સામી દિવાળીએ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે.

S.T. કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ X પર માહિતી આપી છે. રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. હવેથી 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવવા આવશે. આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે. આમ હર્ષ સંઘવીની જાહેરાતથી એસટી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો:

  1. દાહોદ: પ્રાથમિક શાળામાંથી 6 વર્ષિય બાળકીનો મૃતદેહ મળ્યો, પોલીસ લાગી તપાસમાં - Death of a 6 year old girl
  2. હાર્ટ એટેકથી બંધ થયેલા હૃદયને વાપીના તબીબે ફરી ધબકતું કરી આપ્યું દમણના દર્દીને નવજીવન - give start to the stopped heart

ABOUT THE AUTHOR

...view details