ST બસમાં મળી રુપિયા 10 લાખ ભરેલી બેગ (Etv Bharat Gujarat) પોરબંદર :જૂનાગઢ- દ્વારકા બસમાં રુ. 10 લાખ ભરેલો થેલો મળી આવ્યો હતો. પ્રામાણિક કંડક્ટરે આ થેલો પોરબંદર ડેપોમાં જમા કરાવ્યો હતો. હાલ આ થેલો પોરબંદર પોલીસને સોંપવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, કુતિયાણાના કોઈ પેસેન્જર આ થેલો ભૂલી ગયા છે.
10 લાખ ભેરેલું બેગ મળ્યું : આ અંગે પોરબંદર એસટી ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર 5 જૂન, બુધવારના રોજ જૂનાગઢથી કુતિયાણા આવવા માટે એક મુસાફર દ્વારકા ડેપો સંચાલિત જૂનાગઢ - પોરબંદર - દ્વારકા રૂટની બસમાં બેસ્યા હતા. તે મુસાફરની મુસાફરી કુતિયાણા પૂર્ણ થતા તેઓ કુતિયાણા બસ સ્ટેન્ડ ખાતે ઉતરી ગયા હતા. પરંતુ પોતાની સાથે રહેલો રુ. 10,00,000 (દસ લાખ) રોકડ રકમ ભરેલો થેલો બસમાં જ ભૂલી ગયા હતા.
પ્રામાણિક કંડકટર :આ રૂટની ફરજ પરના કંડકટર દર્શનાબેન કાનગડને આ થેલો મળી આવ્યો હતો. તેમણે પોરબંદર ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણીને બેગ જમા કરાવ્યો હતો. સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા આ થેલામાંની રોકડ રકમ સદર મુસાફરના સબંધીની રૂબરૂમાં ડેપોના ટ્રાફીક કંટ્રોલર અને ક્લાર્કની રૂબરૂમાં ગણી હતી. બાદમાં ધોરણસરનું રોજકામ કરી અને આ રકમ લોસ પ્રોપર્ટી તરીકે જમા લેવામાં આવ્યા હતા.
તપાસ કાર્યવાહી :આ બાબતે બી. ડિવિઝન પોલીસ સ્ટેશન કમલાબાગને રૂબરૂમાં લેખિત જાણ કરી હતી. આ બાબતે પોરબંદર એસ. ટી. ડેપો મેનેજર પી.બી. મકવાણાએ જણાવ્યું હતું કે, આ અંગે પોલીસને જાણ કરી છે અને પોલીસ દ્વારા ઇલેક્શન ઓબ્ઝર્વેશન નિયમ અંતર્ગત ચકાસણી કરી જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયે ઉપરોક્ત રકમ મૂળ માલિકને સોંપવામાં આવશે.
- કળિયુગમાં પ્રામાણિકતા, હેર સલુનના કર્મચારીએ દાગીનાનું પાકીટ માલિકને કર્યું પરત
- વલસાડ 108ની ટીમે પ્રામાણિકતા, 2 લાખનું સોનું મૃતકના પરિવારને પરત કર્યુ