ગુજરાત

gujarat

ETV Bharat / state

સોનગઢમાં રાતના સમયે ચોરનો આતંક, મોબાઈલની દુકાનમાંથી કરી 4 લાખની ચોરી - Songadh mobile thief

તાપી જિલ્લાના સોનગઢમાં આવેલ સાઈ સાગર નામની મોબાઈલની દુકાનનું તાળું તોડી અજાણ્યાં ચોરે ચોરી કરી હતી. જેમાં અંદાજે 4 લાખથી વધુના મોબાઈલ અને રોકડની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો. પોલીસ વિભાગ સીસીટીવી ફૂટેજના આધારે ચોરને શોધવામાં લાગ્યું છે.Songadh mobile thief

સોનગઢમાં સાઈ સાગર  મોબાઈલની દુકાનનું તાળું તોડી અજાણ્યાં ચોરે ચોરી કરી
સોનગઢમાં સાઈ સાગર મોબાઈલની દુકાનનું તાળું તોડી અજાણ્યાં ચોરે ચોરી કરી (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 3:49 PM IST

સોનગઢમાં રાતના સમયે ચોરનો આતંક, મોબાઈલની દુકાનમાંથી કરી 4 લાખની ચોરી (etv bharat gujarat)

તાપી: સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે સોનગઢ બસસ્ટેન્ડની બાજુમાં આવેલ મોબાઈલની દુકાનમાં અજાણ્યાં ચોરે રાત્રીના આશરે 1 વાગ્યાની આસપાસ દુકાનનું તાળું તોડી ચોરી કરી હતી. જેમાં 23 જેટલા સ્માર્ટફોન અને રોકડ રકમ મળી 4 લાખ જેટલાં મુદ્દામાલની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.

4 લાખ જેટલાં મુદ્દામાલની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયો (etv bharat gujarat)

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ: ઉલ્લેખનીય છે કે, સોનગઢ બસ સ્ટેન્ડનો વિસ્તાર રાત્રે પણ ધમધમતો રહે છે અને ચૂંટણીના માહોલ વચ્ચે દરેક જગ્યાએ રાત્રીના સમયે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ત્યારે સોનગઢ પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. રાત્રીના સમયે પોલીસ દ્વારા GRDના કર્મચારીને રાત્રીના સમયે સોનગઢ બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે. તેમ છતાં ચોરી થતાં સોનગઢમાં વેપાર કરતા લોકોમાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે.

22 જેટલા મોબાઈલ અને 32 હજારની ચોરી: જાહેર રસ્તા પર આવેલી મોબાઇલની દુકાન બહાર 24 કલાક લોકોની અવર જવર થતી હોય છે. અને પોલીસ પણ ત્યાં મૂકવામાં આવે છે ત્યારે મોઢા પર માસ્ક પહેરીને ચોરોએ લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. મોબાઈલના દુકાનના માલિક પંકજભાઈ ચૌધરીએ ટેલિફોનીક માહિતી આપતા જણાવ્યું હતું કે, મારી દુકાન સોનગઢના શાકભાજી માર્કેટની સામે આવી છે. મારી દુકાનમાંથી 22 જેટલા મોબાઈલ અને 32 હજાર જેટલા રોકડની ચોરી થઈ છે. રાત્રે એકથી દોઢ વાગ્યાની આસપાસ ચોરી કરવામાં આવી છે અને જલ્દીથી જલ્દી ચોરને પકડવામાં આવે અને જે વસ્તુ ચોરી થઈ છે. તે પરત મળે તેવી આશા રાખું છું.

  1. સુરત એલસીબી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો, 68 હજારનો મુદ્દામાલ જપ્ત - Surat Crime
  2. 40 વર્ષ દરમિયાન આ મારી સૌથી પીડાદાયક ચૂંટણી હતી : પરસોત્તમ રૂપાલા - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details