ગીર સોમનાથ :પ્રથમ વખત સોમનાથ પોલીસે સંઘપ્રદેશ દીવના વાઈન શોપના સંચાલક સામે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીનો કેસ નોંધીને ખડભડાટ મચાવી દીધો છે. સોમનાથ પોલીસે ઉનામાંથી દારૂના જથ્થા સહિત 42 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે.
ઉનામાં દારુ સાથે બે ઝડપાયા:આ અંગે મળતી માહિતી અનુસાર સોમનાથ પોલીસને બાતમી મળી હતી કે, ઉના તાલુકાના કાજરડી ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં પરપ્રાતીય દારૂની હેરાફેરી કરીને જથ્થો રાખવામાં આવ્યો છે. આ ચોક્કસ બાતમીને આધારે પ્લોટ વિસ્તારમાં તપાસ કરતા અહીં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 537 બોટલ દારૂની સાથે સુનિલ ચારણીયા અને બીજલ બાંભણિયાની અટક હતી.
ઉનામાં દારુ સાથે બે ઝડપાયા (ETV Bharat Reporter) દીવના વાઈન શોપ વિરુદ્ધ ફરિયાદ:ગેરકાયદેસર રીતે 537 દારૂની બોટલ મળી આવવાના કિસ્સામાં પોલીસે ઉનાના બે આરોપીની અટક કરી તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો દીવના પંચમૂર્તી વાઇન શોપના સંચાલક દ્વારા અથવા તો ત્યાંથી મેળવવામાં આવ્યો છે. આ બાતમી અને શંકાને આધારે સોમનાથ પોલીસે પંચમૂર્તી વાઇન શોપના સંચાલક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બુટલેગરોમાં ફફડાટ ફેલાયો :સંઘ પ્રદેશ દીવના પંચમૂર્તિ વાઈન શોપના સંચાલક સામે દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર સંગ્રહ કરવાના ગુનામાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. સામાન્ય રીતે દીવમાંથી દારૂ પકડવાના કિસ્સામાં સંઘપ્રદેશના વાઇન શોપના માલિકો સામે આ પ્રકારની ફરિયાદ થતાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા બુટલેગરોમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.
દીવમાંથી દારૂની હેરાફેરી :સંઘપ્રદેશ દીવને ગુજરાત રાજ્ય સાથે જોડતી ઉના નજીકની તડ અને નલિયા માંડવી ચેકપોસ્ટ વિજય રૂપાણી સરકારમાં બંધ કરી દેવામાં આવી છે. ત્યારથી એકમાત્ર દીવ વિસ્તારમાં જ ચેકપોસ્ટ કાર્યરત છે, તેનો ગેરલાભ ઉઠાવીને બુટલેગરો દીવમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે. પરંતુ ગુજરાત પોલીસની કાર્યવાહીથી આ દારૂ કેટલાક કિસ્સામાં પકડાઈ જાય છે.
- કુરિયરની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે નિષ્ફળ બનાવ્યો ભેજાબાજોનો આ પ્રયાસ
- દારૂની હેરફેરનો નવો કિમીયો નાકામ, એમ્બ્યુલન્સમાં દારુ લઈ જતાં બુટલેગરને દબોચ્યો