ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ: કોળી સમાજની જગ્યાને દૂર કરવાના મામલામાં વિમલ ચુડાસમાનો વિરોધ - MLA VIMAL CHUDASMA PROTEST

કોળી સમાજની જગ્યાને દૂર કરવાના વિવાદમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે 1993માં આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને આપી હતી.

સોમનાથમાં વિમલ ચુડાસમાનો વિરોધ
સોમનાથમાં વિમલ ચુડાસમાનો વિરોધ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 7:00 PM IST

સોમનાથ: સોમનાથ નજીક વેણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી જગ્યામાં કોળી સમાજની જ્ઞાતિની વાડી રામદેવપીર મહારાજનું મંદિર અને અહીં એક ગૌશાળાનું સંચાલન કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આજે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ જગ્યા ગેરકાયદેસર છે અને તેને ખાલી કરી દેવાની છે. તેવી સ્થળ તપાસ બાદ ધારાસભ્ય વિમલ ચુડાસમા સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલામાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્રની આ પ્રકારની નીતિનો ભારે વિરોધ કરીને ટ્રસ્ટ દ્વારા તેમને આપવામાં આવેલી જમીન કાયદેસર છે તેવો દાવો કર્યો છે.

સોમનાથમાં કોળી સમાજની જગ્યા પર વિવાદ:સોમનાથ નજીક વેણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કોળી સમાજની જ્ઞાતિની જગ્યા પર રામદેવપીર મહારાજનું મંદિર અને અહીં જ ગૌશાળા બનાવવામાં આવી છે. આ જગ્યા હવે કોળી સમાજ અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદનું કેન્દ્ર બની રહી છે. પાછલા કેટલાક દિવસોથી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ દ્વારા આ જગ્યા ખાલી કરવામાં આવે તેવી સ્થળ તપાસ પર પર હાજર કોળી સમાજના વ્યક્તિને જણાવ્યું હતું. સમગ્ર મામલામાં હવે આ વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મેદાનમાં આવ્યા છે તેમણે નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1993માં કોળી સમાજને આપવામાં આવેલી જગ્યાને લઈને દાવો કર્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ખોટી રીતે રામદેવપીર મહારાજનું મંદિર અને ગૌશાળાને હટાવવાની જે પેરવી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કર્યો છે.

સોમનાથમાં વિમલ ચુડાસમાનો વિરોધ (Etv Bharat Gujarat)

આગામી દિવસોમાં મામલો વધુ પેચીદો બને તેવી શક્યતા:વેણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી કોળી સમાજની જગ્યાનો મામલો આગામી દિવસોમાં વધુ પેચીદો બની શકે છે. હાલ તો સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 1993માં આ જમીન કે જેને આજે ખાલી કરાવવા માટે તંત્રના અધિકારી અને કર્મચારીઓ આવી રહ્યા છે. તેને કોળી સમાજને આપી છે. તેના દસ્તાવેજી પુરાવા પણ કોળી સમાજ પાસે છે. તેઓ દાવો કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા કરી રહ્યા છે. તેની વચ્ચે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન કુડિયાએ આ મામલામાં કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. જેને લઈને હવે આગળ દિવસોમાં આ જગ્યા પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવે છે કે કેમ. જો કોળી સમાજ સમગ્ર જગ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલું કોઈ પણ લેખિત બાહેધરીપત્ર રજૂ ન કરી શકે તો આવનારા દિવસોમાં આ જગ્યા પર પણ ડિમોલેશન હાથ ધરાય તેવી પણ શક્યતાઓ છે.

આ પણ વાંચો:

  1. તાલાલામાં બંધ ખાંડસરી ઉદ્યોગ ફરીથી શરુ થશે, ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શું લીધો નિર્ણય?
  2. કરોડોનો ખર્ચ પાણીમાં! સુરતમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું એપ્રોનનું RCC સ્ટ્રક્ચર અઢી વર્ષમાં ધોવાયું

ABOUT THE AUTHOR

...view details