ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા રેલવે સ્ટેશન પર આજે કેટલીક ટ્રેનો રદ્દ, આ ટ્રેનના મુસાફરો ધ્યાન રાખે - WESTERN RAILWAY

મહેસાણાથી ઉપડતી કેટલીક ટ્રેનોની સેવા ખોરવાઈ છે, જેને લઈને મુસાફરોને આંશિક રીત હાલાકી પડી શકે છે.

મહેસાણા રેલવે સ્ટેશન પર આજે કેટલીક ટ્રેનો રદ્દ
મહેસાણા રેલવે સ્ટેશન પર આજે કેટલીક ટ્રેનો રદ્દ (Etv Bharat File photo)

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 12:47 PM IST

મહેસાણા: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના મહેસાણા સ્ટેશન પર પાટણ તરફ અને ગુડ્સ લાઇન નંબર 1 અને 2 પર એન્જિનિયરિંગ કામ માટે આજે 29 ઓક્ટોબર, 2024ના રોજ 4 કલાકનો બ્લોક રાખવામાં આવી રહ્યો છે.

આ બ્લોકના પગલે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના પગલે મુસાફરોને આંશિક હાલાકી પડી શકે છે અને તેના માટે રેલવે તંત્રએ ખેદ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે જાણી લઈએ આજે કઈ કઈ ટ્રેનની સેવા ખોરવાઈ છે અને કઈ ટ્રેન મોડી ચાલી રહી છે તેના વિશે.

આજે 29 ઓક્ટોબરે રદ કરાયેલી ટ્રેન

પાટણ-મહેસાણા પેસેન્જર ટ્રેન ( 09476) રદ્

આંશિક રીતે રદ્દ

મહેસાણા-ભીલડી પેસેન્જર (09481) મહેસાણા-પાટણ વચ્ચે આંશિક રીતે રદ

નિયંત્રિત ટ્રેન

વડનગર-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ (20960) 1.30 કલાક મોડી.

  1. આવતીકાલથી અમદાવાદ અને ગોરખપુર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે, બુકિંગ શરૂ
  2. દિવાળી, છઠ પૂજા દરમિયાન રેલવે દોડાવશે 6556 સ્પેશ્યલ ટ્રેનો, ગુજરાતના આ સ્ટેશનોથી ઉપડશે ટ્રેન

ABOUT THE AUTHOR

...view details