સુરત : શહેરના પોશ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તેમજ ટેબલેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ફૂડ અને ડ્રગ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરી છે. મેડિકલ સંચાલક નશાકારક સીરપ કોડીન અને ટ્રામાડોલ નામના વેચાણ વગર કોઈ ડિસ્ક્રિપ્શન વગર કરતા હતા.
પીપલોદ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા ટેબ્લેટનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોર ઉપર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સુરત શહેર એસઓજી કાર્યવાહી કરી છે. સુરત શહેર વિસ્તારમાં ચાલતાં કેટલાક મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનુ સેવન કરીને નશાખોરીના રવાડે ચઢેલ હોય જેથી આવા મેડીકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ટ્રેપ ગોઠવી રેઇડ કરી: આવા મેડીકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવામાં આવી છે. પીપલોદ-સુરત ખાતે આવેલા ન્યુ પીપલોદ મેડીકલ સ્ટોર્સ નામના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડીકલ સ્ટોરના સંચાલક મિનેશ બાબુભાઈ સુતરીયાએ કોઇ પણ જાતના ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડીકલ સ્ટોર ઉપરથી કર્યો હતો. જેથી પોલીસની ટીમ દ્વારા તેના મેડીકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેઇડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી 16 નંગ CODIPAN સિરપ નાની બોટલ, 4 નંગ CODISTAR સિરપ બોટલ, 12 નંગ કોડી સિરપ મોટી બોટલ, 16 નંગ CODMED-T સિરપ બોટલ , 13 નંગ CDNAM સિરપ બોટલ તથા 40 નંગ SPASMO PROXYYON PLUS ની ટેબ્લેટ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.