ગાંધીનગરમાં ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમ (ETV Bharat Desk) ગાંધીનગર :ગુજરાતની 25 લોકસભા સીટ પર લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના આક્રમક ચૂંટણી પ્રચારનો અંત થશે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરમાં સામાજિક સંવાદ સંમેલન બોલાવ્યું હતું. આ સામાજિક સંમેલનમાં નાના સમાજના આગેવાન અને મતદારો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
ભાજપનો સામાજિક સંવાદ કાર્યક્રમ :ભાજપ પક્ષે ગાંધીનગર લોકસભા બેઠકમાં દસ લાખ મતના માર્જિનથી જીતનો ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટ હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂલપ્રૂફ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત નાનામાં નાના સમાજના મતો પણ ભાજપની ઝોળીમાં આવે તે માટે સામાજિક સંવાદ સંમેલન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં નાના સમાજના આગેવાનો અને મતદારોને ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી.
- સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ચરિતાર્થ કર્યું : હિતેશ મકવાણા
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર આપ્યું હતું. આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે સર્વ સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ પણ સમાજ વિકાસથી વંચિત ન રહે તેની ચિંતા મોદી સરકાર સતત કરે છે. આગામી ચૂંટણીમાં સર્વ સમાજ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરશે.
- દરેક સમાજને સન્માન મળશે ત્યારે રાષ્ટ્ર મજબૂત થશે : રીટાબેન પટેલ
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું કે, ગાંધીનગરમાં સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગાંધીનગરના નાના મોટા તમામ સમાજ એકત્રિત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ, યુવા મહિલા અને ખેડૂતના ચાર સ્તંભ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ ચાર સ્તંભ જ્યારે મજબૂત થશે ત્યારે આપોઆપ રાષ્ટ્ર મજબૂત થશે. દરેક સમાજને સન્માન મળશે ત્યારે રાષ્ટ્ર મજબૂત થશે. સાત તારીખે ભાજપના ઉમેદવારોને જંગી મતથી જીતાડીને ગાંધીનગર લોકસભાનું કમળ દિલ્હી પહોંચાડીશું.
- ગાંધીનગરમાં મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ", મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જનતા જોગ અપીલ
- કોળી સમાજ પર મંત્રી કનુ દેસાઈના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે પૂર્વ સાંસદે કોંગ્રેસ પર કર્યા પ્રહાર