નવસારી: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં હાઇવેના માધ્યમથી ગુજરાતમાં બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂની સપ્લાય કરવામાં આવે છે. તહેવારો આવતા જ દારૂની માંગ વધવા લાગે છે. જેને પગલે બુટલેગરો દારૂની સપ્લાય વધારતા હોય છે. દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવા અખતરા કરતા હોય છે, પરંતુ પોલીસ પણ સક્રિય બની મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે તેઓને પકડી પાડતી હોય છે.
કુલ 21 લાખ 62 હાજરનો મુદ્દા માલ જપ્ત: નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટી સંખ્યામાં દમણ બનાવટનો દારૂ દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં સપ્લાય થતો હોય છે. જેને રોકવા માટે સ્થાનિક પોલીસ સહિત સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય રહે છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી પાસે પોલીસે રેડ કરીને દારૂની 10,848 બોટલ જેની કિંમત રૂ. 11,52,960 છે સાથે વાહન મળી કુલ 21 લાખ 62 હાજરનો મુદ્દા માલ ઝડપી પડ્યો છે.