ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં બાયોડીઝલના જથ્થા પર SMCની રેડ, હજારો લીટરનો જથ્થો સિઝ કર્યો - SMC raid in gondal

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થાનિક તેમજ જિલ્લાની જવાબદાર તમામ પોલીસ અને પ્રશાસનની ઊંઘનો લાભ લઈને ફરી એક વખત દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ બાયોડીઝલનો કુલ 68,64,420નો મુદ્દા માલ કબજે કર્યો છે. ,SMC raid and seized thousands of liters of biodiesel

હજારો લીટરનો જથ્થો સિઝ
હજારો લીટરનો જથ્થો સિઝ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 3:54 PM IST

રાજકોટ: SMCના એસપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમી મળી હતી. જેના આધારે SMCની ટીમે Dy.SP કામરીયાના માર્ગદર્શન હેઠળ રેડ કરતા બાયોડીઝલના હબ ગણાતું સૌરાષ્ટ્રના ગોંડલમાં જામવાડી જીઆઈડીસી નજીક ગોંડલ જેતપુર હાઈવે પર આવેલ કનૈયા હોટલના પાછળના ભાગમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગરનાં પુરવઠા વિભાગની ટીમ ત્રાટકી હતી.

રાજકોટ જિલ્લાના બાયોડીઝલના જથ્થા પર SMCની રેડ (Etv Bharat Gujarat)

આ સ્થળ પરથીગેરકાયદેસર કુલ 16,56,470/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

  • 7 હજાર લીટર બાયોડીઝલ કિંમત 5,08,000/-
  • ત્રણ મોબાઈલ કિંમત 70,000/-
  • એક ટેન્કર અને એક જયુપીટર કિંમત 8,30,000/-
  • રોકડ રકમ 19,370/-
  • એક ટેન્કર (ટાંકો) કિંમત 80,000/-
  • અંડરગ્રાઉન્ડ ડીઝલ સ્ટોરેજના બે સ્ટીલ ટેન્ક કિંમત 50,000/-
  • ડીઝલ વેચાણના ત્રણ મશીન કિંમત 90,000/-
  • ઇલેક્ટ્રીક મોટર કિંમત 1000/-
  • રૂપિયા ગણવાનું મશીન કિંમત 5000/-
  • બે સીલ બંધ એલ્યુમિનિયમ કન્ટેનર કિંમત 2000/-
  • એક નોઝલ કિંમત 1000/-
  • એક કેલ્ક્યુલેટર કિંમત 100/-

ધ ગ્રાન્ડ ખોડલ હોટલમાં રેડ: પમ્પ માલિક ભરત ભુદરજી બકરાણીયા, વેચાણ કરનાર નોકરિયાત સાવન રજનીકાંત સુરેજા, ટેન્કર ડ્રાઈવર અકીલ સતાર બિલખિયાને પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે બાયોડિઝલ સપ્લાયર કમલેશ ગણાત્રા (રહે.રાજકોટ) અને મોહંમદ તૌફિક મેમણ (રહે.અમદાવાદ)ને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગોંડલ જેતપુર હાઈવે પર કાગવડ ગામના પાટીયા પાસે આવેલ ધ ગ્રાન્ડ ખોડલ હોટલ અને વચ્છરાજ હોટલના ગ્રાઉન્ડમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર પણ રેડ પાડવામાં આવી હતી.

આરોપીની ધરપકડ (ETV Bharat Gujarat)

આ સ્થળ પરથી ગેરકાયદેસર કુલ 52,45,710/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

  • 25170 લીટર બાયોડિઝલ કિંમત 18,12,240/-
  • છ મોબાઈલ કિંમત 30,000/-
  • બે ટ્રક અને બે કાર કિંમત 25 લાખ
  • રોકડ રકમ 5,45,710/-
  • ત્રણ ડીઝલ સ્ટોરેજના ટેન્ક કિંમત 80,000/-
  • ડીઝલ વેચાણના ચાર મશીન કિંમત 2 લાખ
  • બે જનરેટર કિંમત 40,000/-

છ શખ્શોની ધરપકડ: આ જગ્યાએથી 6 શખ્સો જેમાં ડીઝલનો બિઝનેસ કરનાર ગિરીશ હસમુખ ઠાકર (રહે.ગોંડલ), મૌલિક હસમુખ વ્યાસ (રહે.રાજકોટ), નોકરી કરનાર પ્રકાશ હરેશ ભેડા (રહે.કાગવડ), ચંદન દિલીપ પડાલિયા (રહે.ગોંડલ), ટ્રક માલિક સબીર યુસુફ ઘડા (રહે.રાજકોટ) અને આદમ સુમર દોઢિયા (રહે.જેતપુર)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાયોડીઝલ મોકલનાર કમલેશ ગણાત્રા, બિઝનેશ પાર્ટનર હસમુખ (ભાણાભાઈ) ભુદરભાઈ વ્યાસ અને સોયબ ઉર્ફે અચુ સલીમ સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ગોંડલમાં બાયોડીઝલનો કાળો કારોબાર: ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં બાયોડીઝલનાં હબ તરીકે ગોંડલને ઓળખવામાં આવે છે. ત્યારે ગોંડલમાં અનેક જગ્યાએ આ ગેરકાયદેસર બાયોડીઝલનાં હાટડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ તમામ હાટડાઓ પર રેડ કરવા માટે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલ અને પુરવઠા વિભાગને આવવું ફરજીયાત બન્યું હતું. તેથી એ સ્પષ્ટ કહી શકાય કે ગોંડલમાં ચાલતો બાયોડીઝલનો કાળો કારોબાર તંત્રની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યો છે અને આ કાળા કારોબારને પડદા પાછળ તંત્રનું સમર્થન છે. તાજેતરમાં ફાયર સેફટી વિના રાજકોટમાં ચાલતા TRP અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 નિર્દોષોના મુર્ત્યું થયા છે. ત્યારે આ ગેરકાયદેસર બાયોડીઝલના કાળા કારોબારને લઈને ભવિષ્યમાં જો કોઈ જાનહાની સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? તે સૌથી મહત્વનો પ્રશ્ન છે.

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં બાયોડીઝલનાં સીધા વેંચાણ પર રોક લગાવી દેવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આજ દિનના આ નિર્ણયને 3 વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં ગુજરાતમાં ઠેક-ઠેકાણે બાયોડીઝલના કાળો કારોબાર તંત્રની રહેમનજર હેઠળ ધમધમી રહ્યો છે. ત્યારે SMCના એસપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમીના આધારે SMCની ટીમે Dy.sp કામરીયાના માર્ગદર્શન હેઠળ રેડ કરતા ગોંડલના જામવાડી GIDC પાસે આવેલ ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પરથી 7 હજાર લીટર બાયોડિઝલ અને કાગવડ નજીક 25 લીટર બાયોડિઝલનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. બન્ને જગ્યા પરથી 9 શખ્સોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

  1. ઓલપાડના કીમ ગામમાં તસ્કરો બેફામ, એક જ સોસાયટીના 5 મકાનમાં ઘરફોડ - Surat Crime News
  2. દાહોદના રળિયાતી ગામે નદીમાંથી મળેલા યુવકની લાશનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ - Youth killed in Dahod

ABOUT THE AUTHOR

...view details