બનાસકાંઠા: તા.૧૯ ઓગસ્ટના રોજ જૈન સાધ્વીજીના છેડતીના બનાવના પગલે આરોપીઓને ઝડપી પાડવા માટે ભાભર પોલીસે શંકાસ્પદ ઈસમનો સ્કેચ તૈયાર કરાયો છે, જેમાં ઈસમને કોઈ ઓળખતા હોય કે ક્યાંય જોવા મળે તો ભાભર પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપવા ભાભર પોલીસ દ્વારા એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જોકે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, જ્યારે છેડતી કરનારને પકડવા માટે પોલીસની 11 ટીમો દ્વારા 100 થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
ભાભર જૈન દેરાસર ખાતે સમસ્ત ભાભર નગર જનો ની મિટિંગ રાખવામાં આવી હતી. ભાભરના દરેક સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાધ્વીજી સાથે જે છેડતી બાબત ની ઘટના બની હતી, તે ભાભર શહેર ના તમામ લોકો એ શખ્સ શબ્દોમાં વખોડી કાઢી હતી. આ મિટિંગ દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા દીયોદર ASP સહિત ભાભર PSI એન પી સોનારા ઉપસ્થિત રહ્યા હતા.
રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે ભાભરમાં કલંકિત ઘટના બનતા જીલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ છે. ભાભર શહેરના રોલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુશંકા જવા ગયા હતા ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીજીઓએ બુમાબુમ કરતા બંને શખ્સો નાસી છુટ્યા હતા બાદમાં સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાતની જાણ કરાતાં તાત્કાલિક જૈન સમાજ ના લોકો એકત્રિત થઈ ગયા હતા છેડતી ની ધટના વાયુવેગે શહેરમાં પ્રસરતાં મોટી સંખ્યામાં જૈન સમાજ ના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
ભાભર પોલીસ મથકે પોલીસને લેખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની પોલીસ ની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓ પકડવા માટે કામે લાગી ગયેલ હતી જેવી કે ભાભર લોકલ પોલીસ ટીમ. દિયોદર એ.એસ.પી કચેરી ની ટીમ બનાસકાંઠા એલ.સી.બી. બે ટીમો ડોગ સ્કવોડ. એ. સો. જી. ની ટીમ. એફેસલ. સાથ અલગ અલગ પોલીસ ટીમો એ તપાસ હાથ ધરી છે તેમજ પોલીસ દ્વારા સ્કેચ પણ જાહેર કરવામાં આવેલ છે.