ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર IAS-IPS અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે : સુભાષ ત્રિવેદી - Rajkot Gamezone fire incident

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર કડક પગલાં ભરવા જઈ રહી છે. અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બધા જ અધિકારીઓની પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યપ્રધાને સ્પષ્ટ સૂચના આપી છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે બેઠક
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે બેઠક (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : May 29, 2024, 6:48 PM IST

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકારની કડક કાર્યવાહી (ETV Bharat Reporter)

ગાંધીનગર :રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોના જીવ ગયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારે ઝડપી તપાસ માટે એસઆઇટીની રચના કરી છે. આ મામલે સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSL ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન. ખડીયા અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

DNA મેચિંગની કામગીરી : ગાંધીનગરમાં સવા કલાક ચાલેલી બેઠક બાદ SIT વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, દેશમાં કદાચ પ્રથમ આવું બન્યું હશે કે DNA મેચિંગનું કામ ઝડપથી થયું છે. ગાંધીનગર FSL માંથી DNA મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહોને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે.

IAS-IPS અધિકારીઓને સમન્સ :SIT વડા સુભાષ ત્રિવેદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, જવાબદાર હોય તેવા IAS કે પછી IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બધા જ IAS કે IPS અધિકારીઓની પૂછપરછ કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે. 2021 થી અત્યાર સુધીમા ફરજ પર તૈનાત તમામ ક્લાસ 1 ઓફિસર્સને SIT સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે.

કાટમાળ ખસેડવાની કામગીરીનો ખુલાસો :કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલકુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ, જેના આધારે આપણે DNA લઈ શકીએ. FSL દ્વારા આ DNA ની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશય હતો.

પેટ્રોલના જથ્થા મુદ્દે કાર્યવાહી :SIT પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગેમ ઝોનમાં જરૂરી માત્રાથી વધુ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ પેટ્રોલ અને ડીઝલના જથ્થાને કારણે ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વધુ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હશે તો સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.

સરકારની કાર્યવાહી જનતાની નજર :રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યના જનતાની મીટ મંડાયેલી છે કે સરકાર દ્વારા બનાવવામાં આવતી SIT દર વખતની જેમ નાની માછલીઓને બલીનો બકરો બનાવી દેશે ? કે જવાબદાર IAS-IPS અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે ? આ કેસમાં ઉદાહરણરૂપ દાખલો બેસે તેવી સરકાર કાર્યવાહી કરશે કે નહીં તે ખૂબ જ મોટો પ્રશ્ન છે.

  1. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગેમઝોનના વર્ષ 2021થી અત્યાર સુધીના ડોક્યુમેન્ટ કબજે કર્યા
  2. રાજકોટ અગ્નિકાંડમા 7 અધિકારીઓને નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ, અન્ય અધિકારીઓ પર પણ કતારમાં...

ABOUT THE AUTHOR

...view details