જૂનાગઢ: કચ્છ જિલ્લાના માંડવી નજીક શ્યામજી કૃષ્ણ વર્માની યાદો સમાન ક્રાંતિ તીર્થનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મૂળ માંડવીના શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિમાં ક્રાંતિ તીર્થ આજથી આકાર લેશે. વિદેશથી ભારતની ક્રાન્તિમાં પોતાનું યોગદાન આપનારા શ્યામજી કૃષ્ણ વર્મા ભલે કચ્છના વતની હતા પણ તેઓએ જૂનાગઢના દિવાન તરીકે પણ ખૂબ ટૂંકી પરંતુ બાહોશ ભરી કામગીરી કરી હતી.
શ્યામજી કૃષ્ણ વર્માનું જૂનાગઢ સાથે સંબંધ: કચ્છના માંડવી નજીક શ્યામજી કૃષ્ણ વર્માના વતનમાં ક્રાંતિ તીર્થનું લોકાર્પણ થવા રહ્યું છે. વિદેશમાં અભ્યાસ કરીને જ મોટેભાગે વિદેશથી ભારતની આઝાદીની ચળવળને બુલંદી સુધી પહોંચાડનારા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા જન્મથી કચ્છી હતા. પરંતુ તેઓ કેટલાક સમય માટે જૂનાગઢના દિવાન પણ બન્યા હતા.
શ્યામજી કૃષ્ણ વર્માનો દિવાન તરીકેનો ટૂંકો કાર્યકાળ: જૂનાગઢમાં શ્યામજી કૃષ્ણ વર્માનો દિવાન તરીકેનો કાર્યકાળ ખૂબ ટૂંકો હતો. પરંતુ તેમના આ સમયગાળા દરમિયાન જૂનાગઢે એક સાચા દિવાનની સાથે રાજા રજવાડાઓના સમયમાં દિવાની સરકાર કઈ રીતે ચલાવતા હતા. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પણ આપ્યું હતું. ટૂંકા સમય માટે જૂનાગઢના દિવાન તરીકે કામગીરી કરીને શ્યામજી કૃષ્ણ વર્મા પરત ઇંગ્લેન્ડ જતા રહ્યા હતા. યુરોપમાં તેમનું અવસાન થતાં તેમના વતન માંડવીમાં ક્રાંતિ તીર્થ નામે તેમના સ્મરણોની યાદ લોકો સમક્ષ ખુલ્લી મુકવામાં આવી રહી છે.