સુરત: કહેવાય છે કે, જેના દર્શન કરવાથી મનોકામના સિદ્ધ થાય છે એવા સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં અસંખ્ય ભક્તોની આરાધનાના કેન્દ્રમાં રહે છે. સુરતથી 30 કીલોમીટરના અને ઓલપાડ તાલુકાથી 8 કિમીના અંતરે સરસ ગામે બીરાજે છે ભગવાન સિદ્ધનાથ મહાદેવ. શ્રાવણ માસમાં અસંખ્ય શિવ ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે. રવિવારે સિદ્ધનાથ મહાદેવને અદ્ભુત સ્વરૂપ આપવામાં આવ્યું હતું.શિવલિંગને મહાકાલ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.ત્યારે દર્શને આવેલા શિવભકતો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આખું મંદિર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર, જાણો મંદિરનું મહાત્મય અને ઈતિહાસ - Shravan Maas 2024 - SHRAVAN MAAS 2024
ભગવાન શિવની વિશેષ આરાધનાનો અવસર એટલે શ્રાવણ માસ, આ મહિનામાં શિવજીની કૃપા ભક્તો પર વિશેષ રૂપે રહે છે અને તેથી જ તમામ શિવાલયો આખો શ્રાવણ માસ ભક્તોની ભીડથી જોવા મળે છે. આપણા રાજ્યમાં અસંખ્ય પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરો આવેલા છે, તેમાંથી જ એક છે ઓલપાડમાં આવેલું સિદ્ધનાથ મહાદેવનું મંદિર, શું છે આ મંદિરનો ઈતિહાસ અને મહાત્મય જાણો આ વિશેષ અહેવાલમાં. Shravan Maas 2024
Published : Aug 19, 2024, 9:28 AM IST
સિદ્ધનાથ મહાદેવનું મહાત્મય: સુરતના છેવાડે ઓલપાડનાં સરસ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિરે આમ તો બારેમાસ દર્શનાર્થીઓનો ધસારો રહે છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. સુરતથી અને આજુબાજુથી અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન માટે આવતા હોય છે..રવિવારે રાત્રે લોકો પગપાળા જઈ સોમવારની વહેલી સવારે તાપી કે નર્મદા નદીનું પાણી ચઢાવીને પૂજા-અર્ચના કરતાં હોય છે. ભક્તોના પ્રિય સિદ્ધનાથ મહાદેવની આ લોકપ્રિયતા પાછળ વિવિધ પ્રકારની દંતકથાઓ જોડાયેલી છે.
શું છે મંદિરનો ઇતિહાસ ? વાત કરીએ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની તો દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ હતો. આશ્રમના પશુઓ આ જગ્યા પર ઘાસ ચરવા માટે આવતા હતા. પરંતુ ગાયોના ટોળામાંથી એક ગાય નિત્ય અલગ થઇ જતી હતી અને ટેકરી પર ઊભી રહેતી હતી એટલુ જ નહી, એ ત્યાં તેના આંચળમાંથી દુધની ધારા વહેડાવતી હતી. આ દ્રશ્ય ગોપાલકો એ જોયા બાદ તેમણે ગોકર્ણ ઋષિને આ વાતની જાણ કરી અને ગોકર્ણ ઋષિ એ પોતાના અંતર મનથી જોયું તો ગાય જ્યાં દૂધધારા વહેડાવતી હતી ત્યાં જમીનમાં શિવલિંગ હતું. ત્યારબાદ ગોકર્ણ ઋષિએ આ જગ્યા પર તપ કર્યું અને તેમના તપોબળથી આ શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું અને એ શિવલિંગ એટલે જ સિદ્ધનાથ મહાદેવ. સ્કંદ પુરાણમાં પણ સિદ્ધેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે.