ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ : સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટ્યું માનવ મહેરામણ - Shravan 2024 - SHRAVAN 2024

શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું છે. શ્રાવણીયા સોમવારે મહાદેવના દર્શન કરવા શિવભક્તો ઉત્સુક થયા છે. આજે વહેલી સવારે 4:30 કલાકે દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખુલ્યા, બાદમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ મહાદેવ
સોમનાથ મહાદેવ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 11:51 AM IST

ગીર સોમનાથ :આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. સોમવતી અમાસ અને છેલ્લા શ્રાવણીયા સોમવારે મહાદેવના દર્શન કરવા માટે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે દિવસ દરમિયાન મંદિરમાં આયોજિત થતા ધાર્મિક કાર્યક્રમોમાં શિવભક્તો પોતાની હાજરી પ્રત્યક્ષ રાખીને શ્રાવણ મહિનાના અંતિમ દિવસની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરશે.

સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટ્યું માનવ મહેરામણ (ETV Bharat Gujarat)

સોમવતી અમાસ :આજે પવિત્ર શ્રાવણ માસ પૂરો થવા જઈ રહ્યો છે. સોમવતી અમાસના ત્રિવેણી સંગમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો વહેલી સવારથી જ સોમનાથ મંદિરમાં ઉમટી પડ્યા છે. વહેલી સવારે 4:30 કલાકે મંદિરના કપાટ દર્શનાર્થીઓ માટે ખુલતા જ "જય સોમનાથ અને હર હર મહાદેવ" ના નાદથી સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ શિવ નાદથી ગૂંજી ઉઠી હતી.

છેલ્લો શ્રાવણીયો સોમવાર :આજે દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન સોમનાથ મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું છે. તેમાં પણ શિવભક્તો સ્વયમ હાજર રહીને શ્રાવણના અંતિમ દિવસ સોમવાર અને સોમવતી અમાસની ધાર્મિક ભાવના સાથે ઉજવણી કરતા જોવા મળશે.

  1. સોમનાથ મહાદેવને શ્રાવણ વદ દ્વાદશીનો "ઓમકાર" શૃંગાર
  2. ગીરની વનરાજી અને કોતરોમાં બિરાજમાન "ટપકેશ્વર મહાદેવ"

ABOUT THE AUTHOR

...view details