પાણીની બુંદ બુંદ માટે પરીશ્રમ (etv bharat gujarat) વલસાડ: એક બુંદ પાણીની કિંમત કેટલી હોય છે એ આ કપરાડા તાલુકાના ખડકવાળ ગામના લોકોને પૂછો જે પથ્થરની નાનકડી બખોલમાં ખોબા જેવડી જગ્યામાં ધીમે ધીમે ઝરતા પાણી ને એક બેડામાં ભરવા સતત 20 મિનિટ જેટલો સમય વ્યતીત કરે છે. એટલું જ નહિ, લીલ લાગી ગઈ હોય એ પાણી જે શહેરના લોકો પગ ધોવા ઉપયોગ નહી કરે એવું પાણી અહીંના લોકો પીવામાં ઉપયોગ કરવા મજબૂર છે.
જે પાણી લોકો પગ ધોવા ઉપયોગ ન કરે એ પાણી પીવા આ ગામના લોકો મજબૂર (etv bharat gujarat) હેન્ડ પંપ અને કુવાના સ્રોત ઊંડે ઉતાર્યા:કપરાડા તાલુકાના ખડકવાલ ગામે 2000 કરતા વધુ વસ્તી છે. જ્યાં આવેલા મૂળભાટી ફળિયામાં 200 જેટલા લોકો વસવાટ કરે છે. પર્વતીય પ્રદેશ હોવાથી આ વિસ્તારમાં આવેલ હેન્ડ પંપ અને કુવામાં પાણીનો સ્રોત એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાથી દર વર્ષે પૂરો થઈ જાય છે, જેના કારણે અહીંના લોકોને નજીકથી પસાર થતી નદીના પથ્થરના કોતરોમાં બનેલા એક ખોબા જેવડી જગ્યામાંથી પાણી લેવા જવું પડે છે.
કપરાડા તાલુકાના ખડકવાલ ગામે 2000 કરતા વધુ વસ્તી છે. (etv bharat gujarat) અસ્ટોલ ગ્રુપ યોજના: વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો આમ ચેરાપુંજીનો ભાગ ગણાય છે, પરંતુ 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થવા છતાં કપરાડાના કેટલાક ગામોમાં ઉનાળામાં પીવાના પાણીની અછત જોવા મળે છે. લોકોને હાલમાં પાણીનો લાભ મળે તે માટે સરકારે અસ્ટોલ ગ્રુપ યોજના અમલમાં મૂકી છે. પરંતુ તેમ છતાં પણ હજુ પણ એવા કેટલાક ગામો છે, જ્યાં પાણીની તંગી જોવા મળે છે.
જે શહેરના લોકો પગ ધોવા ઉપયોગ નહી કરે એવું પાણી અહીંના લોકો પીવામાં ઉપયોગ કરવા મજબૂર છે. (etv bharat gujarat) અસ્ટોલ યોજના પાણી પુરવઠા યોજના મહદંશે પુરી થઈ ચૂકી છે. અસ્ટોલ યોજનાનું કામ વિવિધ ગામોમાં મોટી ટાંકી કે સંપ બનાવી ત્યાં સુધી પાણી પહોંચતું કરવાનું હતું, જો કે ત્યારબાદ ટાંકીમાંથી ગામના ફળિયામાં આવેલા ઘરોના નળ સુધી પાણી પહોંચે તેનું કામ વસ્મોને આપવામાં આવ્યું હતું. જેમના દ્વારા પણ અનેક ગામોમાં પાણીની પાઇપલાઇન અને સ્ટેન્ડ પોસ્ટ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પાણી વિતરણનું કામ ગ્રામ પંચાયતમાં રાખેલી પાણી સમિતિને સોંપવામાં આવ્યું છે, પરંતુ સંકલનના અભાવે અનેક ગામોમાં પાણીનું વિતરણ થતું નથી જેના કારણે લોકોને પાણી મળી રહ્યું નથી.
મજબૂર થઇ લોકોને પીવા લાયક ન હોય એવું પણ પાણી પીવું પડે છે. (etv bharat gujarat) ફળિયામાં પાણીનો કોઈ સ્રોત નથી: કપરાડા તાલુકાના ખડકવાડ ગામે આવેલા મૂળભાટી ફળિયામાં ગામના લોકો માટે પીવાના પાણીની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથીતેને પરિણામે લોકોને લીલવાળું પાણી એટલે કે જે પાણી શહેરીજનો પગ ધોવા માટે પણ ઉપયોગ ન કરે એવું પાણી મજબૂરીથી પીવું પડે છે. સ્થાનિક કક્ષાના લોકોએ અનેક સ્થળે મૌખિકમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ રજૂઆત સામે કોઈ વળતો જવાબ મળ્યો નથી.
" પાણી વિતરણની વ્યવસ્થા પાણી સમિતિ ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે. ખડકવાળ ગામે પાણીની મોટી ટાંકી બનાવવામાં આવી છે. અને પાણી પણ ટાંકી સુધી આપવામાં આવે છે, પણ વિતરણ વ્યવસ્થા માટે મૂકવામાં આવેલ વ્યક્તિ વિતરણ કરે છે કે નહિ એ તપાસ કરીને આ સમસ્યા દૂર કરવાના અમે પ્રયાસ કરીશું" એવું વલસાડના વાસ્મો અધિકારી એચ એમ પટેલનું કહેવું છે.
ગામની સ્થાનિક મહિલા લક્ષ્મીબેન વળવી કહે છે કે,"સવારે ત્રણ વાગ્યે ઊઠીને વહેલી પરોઢિયે પીવાનું પાણી ભરવા માટે ખનકીમાં પથ્થરોની વચ્ચે પીવાનું પાણી ભરવા જવું પડે છે. જેના કારણે ઘરના અનેક કામો અટવાય છે. માત્ર બે બેડા ભરાય એટલું પાણી ખોબા જેવડી જગ્યામાંથી મળે છે. અને બે બેડા ભરાઈ ગયા બાદ ફરી પાણી એકત્ર થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે."
586 કરોડની આ અસ્ટોલ પાણી પુરવઠા યોજના અમલમાં આવ્યા બાદ કપરાડા તાલુકાના 40થી વધુ ગામોના લોકોને ઉનાળામાં પડતી પીવાની પાણીની સમસ્યા દૂર થાય તેવી આશા બંધાઈ હતી. કેટલાક ગામોમાં પાણી પહોંચ્યું અને ટાંકીમાં પણ પાણી પહોંચ્યું પરંતુ ટાંકીમાંથી ઘર આંગણે મોકલેલા સ્ટેન્ડ પોસ્ટ સુધી પાણી પહોંચાડવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાન થતા પાણી હજુ સુધી કેટલાક ગામોમાં પહોંચ્યું નથી. જેના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા વેઠવી પડે છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં હજુ પણ કેટલાક ગામોમાં સંકલનના અભાવે પાણી પહોંચ્યું નથી. જેના કારણે મજબૂર થઇ લોકોને પીવા લાયક ન હોય એવું પણ પાણી પીવું પડે છે. ત્યારે સમગ્ર બાબતે ગંભીરતાપૂર્વક સરકાર યોગ્ય પગલા ભરે એવી સ્થાનિકોની માંગ છે.
- વાતાવરણમાં અચાનક પલ્ટો, શું છે રાજકોટ મહાનગરપાલિકાનાં પ્રાયોરિટી લિસ્ટમાં? - MUNICIPAL COMMISSION WEATHER
- પોઇચામાં ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં નહાવા પડતા ડૂબ્યા,1 યુવાનને બચાવાયો - 8 tourists drowned in Narmada