10 રૂપિયાની ચલણી નોટોની અછત વિશે શું કહે છે વેપારીઓ જાણો (ETV Bharat Gujarat) કચ્છ:થોડાક કેટલાક સમયથી બજારમાં 10 રૂપિયાની નોટોની ઘટ ચાલી રહી છે. ત્યારે વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો અમુક સમયે 10ની નોટોના છૂટા માટે પણ વેપારી અને ગ્રાહકો વચ્ચે તકરાર સર્જાઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 10 રૂપિયાની ચલણી નોટોની પ્રિન્ટિંગ પણ અગાઉની સરખામણીએ બંધ થઈ ગઈ છે. વેપારીઓ અને ગ્રાહકોને છૂટા મેળવવા માટે તકલીફો પડી રહી છે. તેમજ 10 રૂપિયાના ચલણી સિક્કાઓ પણ કોઈ ગ્રાહક કે કોઈ વેપારી પણ લેવા સહમત થતા નથી.
સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય લેવામાં આવે તેવી માંગ:બજારમાં 10 રૂપિયાની જૂની ચલણી નોટો અને ફાટેલી તૂટેલી નોટોનું સરક્યુલેશન વધ્યું છે, પરંતુ વધુ પ્રમાણમાં ફાટેલી નોટો લેવાનું પણ લોકો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે સરકાર પાસે વેપારીઓ એક જ માંગણી કરી રહ્યા છે કે 10 રૂપિયાના ચલણી સિક્કાની લેવડદેવડ માટે બધા સહમત થાય તે માટે કોઈ પગલાં લેવામાં આવે તેમજ 10 રૂપિયાની નવી નોટો છાપવામાં આવે અથવા આ બાબતમાં ચોક્કસથી કોઈ નિર્ણય લેવામાં આવે.
10 રૂપિયાના ચલણી સિક્કા સ્વીકારવા માટે અપીલ: ચા બનાવતા વેપારીઓ, શાકભાજી વેચતા વેપારીઓ તેમજ નાના નાના વેપારીઓને 10ની અને 20ની ચલણી નોટોમાં વ્યવહાર વધારે થતા હોય છે. તે લોકો છેલ્લા થોડાક સમયથી 10 રૂપિયાની ચલણી નોટોની ઘટ્ટ અનુભવી રહ્યા છે જેના કારણે આર્થિક વ્યવહારોમાં પણ ફટકો પડી રહ્યો છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં પણ નાના નાના અનેક ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. પરંતુ 10ની ચલણી નોટો જાણે કે 5 રૂપિયાની નોટોની જેમ બજારમાંથી ગાયબ થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. વેપારીઓ દ્વારા પણ અન્ય વેપારીઓ તેમજ ગ્રાહકો પાસે 10ના ચલણી સિક્કા સ્વીકારવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
વેપારી અને ગ્રાહકો બન્ને ચલણી સિક્કા નથી સ્વીકારી રહ્યા: વાણિયાવાડ વેપારી એસોસિયેશનના ઉપપ્રમુખ અણવર નોડે એ પણ 10ની ચલણી નોટો કરોડોની સંખ્યામાં અને અબજોની કિંમતની આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવી છે. તો ક્યાં કારણોસર તેનું સરક્યુલેશન ઓછું થઈ ગયું છે તે સમજમાં આવી રહ્યું નથી. તેમજ ગ્રાહકો અને વેપારીઓએ પણ 10ના ચલણી સિક્કા સ્વીકારી રહ્યા નથી, જેના લીધે તકલીફ ઊભી થઈ રહી છે.
ચલણી સિક્કા ન ચાલતા હોવાની અફવા: શાકભાજીના વેપારી વિશાલ ગોરે જણાવ્યું હતું કે, શાકભાજી લેવા આવતા લોકો ખાસ કરીને મોટી નોટો આપી રહ્યા છે, ત્યારે છૂટા રૂપિયા પરત દેવામાં તકલીફ પડી રહી છે. 10 રૂપિયાની નોટો તો દેખાતી જ બંધ થઈ ગઈ છે. સરકારે પણ 10 રૂપિયાની ચલણી નોટો છાપવાનું બંધ કરી નાખ્યું છે અને જૂની નોટો પણ ખૂબ ખરાબ પ્રમાણમાં આવી રહી છે. જે વેપારી કે ગ્રાહકો કોઈ લેવા તૈયાર થતા નથી. સાથે જ ચલણી સિક્કા પણ કોઈ સ્વીકારી રહ્યા નથી. 10ના અને 20ના સિક્કા ફરજિયાત પણે ચાલુ થવા જોઈએ અને લોકોએ પણ ચલણી સિક્કા ન ચાલતા હોવાની અફવાથી બચવું જોઈએ.
10 રૂપિયાની ચા માટે 50 અને 100ના છૂટા: ચાનો ગ્લલો ચલાવતા રાજુભાઈ ઠકકરે જણાવ્યું હતું કે, અમારો ચાનો ધંધો છે. જેમાં 10 રૂપિયાની કટિંગ ચા આપીએ છીએ, જેના બદલામાં ગ્રાહકો 50 કે 100ની નોટ આપતા હોય છે. જેના પરિણામે 10ની નોટો છૂટા કરવા માટે ગ્રાહકો ફાટેલી તૂટેલી નોટો આપે છે જેમ તેમ કરીને છૂટા કરીને વ્યવહાર સાચવવામાં આવી રહ્યો છે.પરંતુ ખૂબ તકલીફ પડી રહી છે.
- જૂના AC ને બદલે નવું એર કંડિશનર ઘરે લાવો, તમને મળશે 63 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, 3 હજાર યુનિટ વીજળીની બચત થશે - AC REPLACEMENT SCHEME
- શેરબજારમાં બૂમરાણ મચી, રોકાણકારોના 5 લાખ કરોડ રુપિયા ધોવાઇ ગયાં - Stock Market Crash