મહેસાણાઃ આજે ખેરાલુ તાલુકાના સાકરી અને મહિયલ શાળામાં 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ના 3જા દિવસે માહિતી નિયામક કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં બાળકોને પ્રવેશ અપાયો.
21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024નો 3જો દિવસ, ખેરાલુમાં માહિતી નિયામક ઉપસ્થિત - Shalapravesotsav 3rd Day
આજે 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ના 3જા દિવસે માહિતી નિયામક કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ખેરાલુ તાલુકાના સાકરી અને મહિયલ શાળામાં બાળકોને પ્રવેશ અપાયો.
Published : Jun 28, 2024, 10:18 PM IST
શાળા પ્રવેશોત્સવની 21મી આવૃત્તિઃ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહિયલ અને સાકરી ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રસંગે માહિતી નિયામક કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, ઋગવેદનો શ્ર્લોક "आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः" જેનો અર્થ થાય છે ચારે દિશામાંથી સકારત્મક વિચારો પ્રાપ્ત થાઓ. આ સકારત્મક વિચાર થકી દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના મીઠા ફળ આપણે મેળવી રહ્યા છીએ.
GYAN પર ધ્યાન આપવું જરુરીઃ તેમણે ઉમેર્યુ હતું કે, બાળકના વિકાસના પાયામાં શિક્ષકો, વાલીઓ અને વિધાર્થીઓનો ફાળો વિશેષ છે. રાજ્યમાં ચાલતા આ શિક્ષણ પર્વમાં 33 જિલ્લા, 254 તાલુકા, 3247 ક્લસ્ટર, 04 લાખ શિક્ષકો, 01 કરોડ 15 લાખ વિધાર્થીઓ સહિત અસંખ્ય નાગરિકોની ભાગીદારી જોવા મળે છે. માહિતી નિયામકશ્રી બચાણીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતની કલ્પનાને સાર્થક કરવા માટે GYAN એટલે ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.