ઉમરપાડામાં ભારે વરસાદ (Etv Bharat Gujarat) સુરત: સુરતના છેવાડે આવેલા અને ચારેયકોર જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થતિ સર્જાઈ હતી. ઘણા નદીઓના લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા હતા.
ઉમરપાડામાં ભારે વરસાદ (Etv Bharat Gujarat) ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતા. વરસેલા ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા હતા.
ઉમરપાડામાં ભારે વરસાદ (Etv Bharat Gujarat) પિનપુર ગામથી દેવઘાટને જોડતો રસ્તો થયો બંધ
ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ પાસે પસાર થતી વીરા નદીમાં ભારે પાણીની આવક થતાં વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો. જેને લઇને પિનપુરથી દેવઘાટનો સીધો સંપર્ક તૂટી ગયો છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.જોકે હાલ મેઘરાજાએ વિરામ લેતા તંત્રના અધિકારીઓ સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાની મહુવન નદી, વીરા નદી જેવીઓમાં હાલ ભારે પાણીની આવક થઈ છે.
સુરતના આ તાલુકામાં વરસાદ વરસ્યો
- ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ
- બારડોલીમાં 1.42 ઇંચ વરસાદ
- કામરેજમાં 1.14 ઇંચ વરસાદ
- પલસાણામાં 1.34 ઇંચ વરસાદ
- માંડવીમાં 0.67 ઇંચ વરસાદ
- માંગરોળમાં 0.31 ઇંચ વરસાદ
- ઓલપાડમાં 0.7 ઇંચ વરસાદ
- સુરત સિટીમાં 0.28 ઇંચ વરસાદ
- ચોરાસીમાં 0.24 ઇંચ વરસાદ
- સમી નજીક બનાસ નદીમાં દંપતી ડૂબ્યું, બચાવવા ગયેલા વ્યક્તિએ જીવ ગુમાવ્યો - Patan couple drowned
- ભેદી વાયરસનો કહેર : જિલ્લા કલેક્ટર મેદાને ઉતર્યા, લખપત-અબડાસા તાલુકામાં આરોગ્ય ટીમ તૈનાત - Lakhpat virus