સિનિયર સિટીઝન કરશે 12,500 ફૂટ ઊંચાઈ પર કેમ્પિંગ (ETV Bharat Desk) ભાવનગર : ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં જ ભાવનગરવાસીઓ પ્રવાસે નીકળી પડ્યા છે. ગરમીમાં લોકો મોટાભાગે પહાડી પ્રદેશોમાં જવાનું પસંદ કરે છે. ભાવનગર યુથ હોસ્ટેલ દ્વારા ટ્રેકિંગ ટૂરનું આયોજન કરવામાં આવે છે. ભાવનગર શહેરમાંથી અંદાજે 40 જેટલા ગ્રુપ પહાડી વિસ્તારમાં જાય છે. આ વર્ષે પણ યુથ હોસ્ટેલે સિનિયર સિટીઝન અને યુવાનાના પાંચ ગ્રુપ સાથે સમર વેકેશનનો આનંદ માણવાનું આયોજન કર્યું છે.
પર્યટકોની પહેલી પસંદ : હિલસ્ટેશન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટાભાગે ભાવનગરવાસીઓ પહાડી અને ઠંડકવાળા પ્રદેશોમાં જવાનું પસંદ કરે છે. મોટાભાગના પરિવારો હિમાલયથી લઈને મનાલી સુધી આવેલા દરેક વિસ્તારમાં વેકેશનનો સમય ગાળવા જાય છે. ભાવનગર યુથ હોસ્ટેલ દ્વારા પણ ટ્રેકિંગ ટુરનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 30 થી 40 જેટલા ટુરનું આયોજન થાય છે. આ વર્ષે પણ યુથ હોસ્ટેલ દ્વારા પહાડી પ્રદેશમાં ટ્રેકિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પર્યટકોની પહેલી પસંદ : હિલસ્ટેશન (ETV Bharat Desk) ભાવનગર યુથ હોસ્ટેલ ગ્રુપની ટુર :ભાવનગર શહેરમાંથી યુથ હોસ્ટેલ દ્વારા ટ્રેકિંગ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. સાહસિક પ્રવૃત્તિઓના પગલે યુથ હોસ્ટેલ દ્વારા છેલ્લી ટુર રવાના કરવામાં આવી હતી. યુથ હોસ્ટેલના પ્રમુખ ભાવેશ શાહે જણાવ્યું કે, ઉનાળામાં અલગ અલગ જગ્યાએ 30 થી 40 જગ્યાએ ટ્રેકિંગનો પ્રોગ્રામ થતો હોય છે. મનાલીના નગર એરિયામાં આવેલા પરકુની ટોપ વિસ્તારમાં ભાવનગર યુથ હોસ્ટેલનું પાંચમું ગ્રુપ જવા રવાના થયું છે. અગાઉ ચાર ગ્રુપ ઓલરેડી ટ્રેકિંગમાં ચાલુ છે અને 39 સભ્યોનું પાંચમું ગ્રુપ હવે ટુર શરુ કરશે. મનાલી વિસ્તારમાં આવેલા ટ્રેક પર 12,500 ફૂટની ઊંચાઈએ આ ગ્રુપ આઠ દિવસમાં ટ્રેક કરશે. બાદમાં બે દિવસ મનાલીમં ફરીને દસ દિવસ પછી ગ્રુપ પરત ફરશે.
ભાવનગર યુથ હોસ્ટેલ ગ્રુપની ટ્રેકિંગ ટુર (ETV Bharat Desk) મક્કમ મનોબળના વરિષ્ઠ પ્રવાસી :ભાવનગરથી યુથ હોસ્ટેલની 39 લોકોની ટુર મનાલી રવાના થઈ છે. આ ટુરમાં જનારા સિનિયર સીટીઝન કૃષ્ણાર્થજીએ જણાવ્યું હતું કે, અમે 50 વર્ષોથી યુથ હોસ્ટેલ સાથે સંકળાયેલા છીએ. અલગ અલગ ટ્રેકિંગમાં અમે જોડાયેલા અને સાહસિકતાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપીએ છીએ. દર વર્ષે હિમાલયમાં બે વખત જવાનો નિયમ લીધો છે. યુવાન છોકરાઓ સાથે મજા આવે છે અને વાતાવરણને માણવાની મજા આવે છે.
ઉત્સાહી યુવાનો :યુવા પ્રવાસી નિત્યશ્રીએ જણાવ્યું હતું કે, પહેલીવાર ટ્રેકિંગ છે, પરકુની ટોપ જવાનું એક્સાઈટમેન્ટ છે, થઈ જશે અને મજા આવશે. અન્ય એક યુવા મેડિકલ સ્ટુડન્ટ રિયાન પારેખે જણાવ્યું હતું કે, મજા કરવા માટે જઈએ છીએ, થઈ જશે, ચેલેન્જ શું હોઈ પણ મજા આવશે.
- Summer Destination: ઉનાળાના વેકેશન માટે હોટ ફેવરિટ બન્યા જમ્મુ કાશ્મીર, શિમલા જેવા ઠંડા પ્રદેશો
- Kutch Travel Destination: શું આપ વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, જાણો હાલમાં ક્યાં ક્યાં ડેસ્ટિનેશન છે હોટ ફેવરિટ