ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્કૂલ વાન સંચાલકોએ આકસ્મિક હડતાલ કરી દેતા, વાલીઓની મુશ્કેલીમાં વધારો - School van drivers strike in Valsad - SCHOOL VAN DRIVERS STRIKE IN VALSAD

વલસાડમાં સ્કૂલમાં નવું સત્ર શરૂ થાય તે પહેલા આરટીઓ પોલીસ અને વાન સંચાલકો વચ્ચે એક બેઠક યોજાઇ હતી, જેમાં વાન સંચાલકોને કડકપણે નવા નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં યલો કલરની નંબર પ્લેટ તેમજ ગણતરીના બાળકો જ વાનમાં બેસાડી લઈ જવા અનુરોધ કરવામાં આવ્યો હતો. School van drivers strike in Valsad

વાન સંચાલકો દ્વારા આજે અચાનક આકસ્મિક હડતાલ પાડી દેવામાં આવી
વાન સંચાલકો દ્વારા આજે અચાનક આકસ્મિક હડતાલ પાડી દેવામાં આવી (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 6:25 PM IST

શાળાના પ્રથમ દિવસે જ વલસાડમાં વાન સંચાલકોની હડતાલ (ETV BHARAT GUJARAT)

વલસાડ: જિલ્લામાં શાળાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે નાના બાળકોને સ્કૂલે મોકલવા માટે મોટાભાગના વાલીઓ સ્કૂલવાનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ નવું સત્ર શરૂ થાય તે પહેલા આરટીઓ પોલીસ અને વાન સંચાલકો વચ્ચે એક બેઠક યોજાઇ હતી, જેમાં વાન સંચાલકોને કડકપણે નવા નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં યલો કલરની નંબર પ્લેટ તેમજ ગણતરીના બાળકો જ વાનમાં બેસાડી લઈ જવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી ગાઈડલાઈન ફોલો કરી શકાય તેમ ન હોવાનું જણાવી વાન સંચાલકોએ આજે સ્કૂલ શરૂ થવાના પ્રથમ દિવસથી જ હડતાલ કરી દીધી હતી.

સ્કૂલ શરૂ થવાનો આજે પ્રથમ દિવસ: સમગ્ર ગુજરાતમાં આજથી સ્કૂલના પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત વલસાડમાં પણ અનેક સ્કૂલોમાં આજે સ્કૂલનો પ્રારંભ થયો છે, ત્યારે આજે પ્રથમ દિવસથી જ વાલીઓની મૂંઝવણમાં વધારો થયો છે, જેની પાછળનું કારણ છે નાના ભૂલકાઓને સ્કૂલ સુધી લઈ જવા માટે જે સ્કૂલ વાનનો ઉપયોગ કરતા હતા તે વાન સંચાલકો દ્વારા આજે અચાનક આકસ્મિક હડતાલ પાડી દેવામાં આવી છે, જેના કારણે વહેલી સવારથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.

ગણતરીના બાળકો બેસાડવા ફરજિયાત: સ્કૂલ શરૂ થાય તે પહેલા આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંચાલકો સાથે સરકારના નવા નિયમ અને પરિપત્ર અંગે તેઓને જાણકારી આપી અને ફરજિયાત પણે નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. જો કે આ નિયમો વાન સંચાલકો માટે ખૂબ ખર્ચાળ બની શકે તેમ છે. સ્કૂલ વાનમાં યલો નંબર પ્લેટ લગાવી ફરજિયાત છે, જેના માટે આરટીઓમાં અલગથી રજીસ્ટ્રેશન કરાવવવું પડે છે. એટલું જ નહીં માત્ર ગણતરીના બાળકો એટલે કે દસ જ બાળકો વાનમાં બેસાડી શકાશે.

વાન સંચાલકોની આજથી હડતાલ: સ્કૂલ વેનના સંચાલકો દ્વારા આજથી આકસ્મિક હડતાલ કરી દેવામાં આવી છે, વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલોમાં જોડાયેલી વેનના સંચાલકોએ આજે વેનના ટાયર થંભાવી દીધા હતા તેઓનું કહેવું છે કે, સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને ફોલો કરી શકાય તેમ નથી, તે ખૂબ ખર્ચાળ છે. વેન માં 12વર્ષ સુધીના બાળકોને બેસાડવા,વેન માં પીળા પટ્ટા લગાવવા, સ્કૂલ વેન માત્ર 20 ની સ્પીડ ઉપર ચલાવવી જેવા નિયમો આપવામાં આવ્યા છે. જેના કારણે તેમના વ્યવસાય ઉપર પણ અસર પડી શકે છે, આથી આજથી તમામ વાન સંચાલકોએ હડતાલ કરી દીધી છે.

વાલીઓએ બાળકોને સ્કૂલમાં મૂકવા આવવું પડ્યું: વલસાડમાં વાન સંચાલકોની વહેલી સવારે હડતાલની જાહેરાત થતા જ વાલીઓ પોતાના નાના બાળકોને તમામ વાલીઓએ પોતાના વાહનોમાં સ્કૂલ સુધી મૂકવા અને લેવા આવવાની ફરજ પડી હતી. એટલું જ નહીં આ હડતાલ હજી ક્યાં સુધી ચાલશે તેનો પણ કોઇ ખ્યાલ નથી. જો આ હડતાલ લાંબી ચાલે તો વાલીઓને દરરોજ બાળકોને સ્કૂલે લેવા મૂકવા જવાની ફરજ પડશે.

જો ફરજિયાત નિયમો પાળવાના આવશે તો વાનનું ભાડું વધશે: વાન સંચાલકોએ જણાવ્યું કે, જો ફરજિયાત પણે આ નિયમોનું પાલન કરવાનું થતું હોય તો વેન સંચાલકો તેમના ભાડામાં વધારો કરશે અને આ ભાવ વધારો વાલીઓને પણ સહન કરવાનો રહેશે, તેના કરતાં આરટીઓ અને સ્કૂલ સંચાલકો બંને ભેગા મળી આ સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ લાવે તેવી વાન સંચાલકો માંગ કરી રહ્યા છે. હાલમાં વલસાડ જિલ્લામાં 800 થી 900 વાન સંચાલકો સ્કૂલ વાનમાં ફેરવી પોતાની રોજી રોટી મેળવે છે. આમ વહેલી સવારથી આજે કુલ વેન સંચાલકો દ્વારા આકસ્મિક હડતાલ કરી દેવા હતા વાલીઓની હાલત કફોડી બની ગઈ હતી..

  1. વેકેશનનો "છેલ્લો દિવસ" અને શાળાનો "પ્રથમ દિવસ" બન્યો યાદગાર, ભાવનગરના વિદ્યાર્થીઓએ શેર કર્યો અનુભવ - New academic session
  2. લારી-ગલ્લા અને પાથરણાં વેપારીઓએ તંત્ર સામે બાંયો ચડાવી, ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું - Idar traders protest

ABOUT THE AUTHOR

...view details