સૌરાષ્ટ્ર ક્રિકેટ જગતનો પર્યાય "નિરંજન શાહ" રાજકોટ :રાજકોટનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હવે નિરંજન શાહ સ્ટેડીયમ તરીકે ઓળખાશે. રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમના કાર્યક્રમમાં BCCI પ્રમુખ જય શાહ સહિત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમના સંબોધનમાં BCCI પ્રમુખ જય શાહે વર્લ્ડકપ મેચમાં ભારતની હાર પર જણાવ્યું કે, ભલે ભારતની વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં હાર થઈ હતી. પરંતુ ભારતીય ટીમે સતત 10 મેચ જીતીને લોકોના દિલ જીતી લીધા છે. આગામી વર્ષ 2024 T-20 વર્લ્ડકપ પણ આપણે રોહિત શર્માની આગેવાનીમાં લાવીશું.
નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ :રાજકોટ ક્રિકેટ સ્ટેડિયમને જેનું નામ આપવામાં આવ્યું છે તેવા નિરંજન શાહે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મારા માટે આ ખૂબ મોટી વાત છે. તમામ મેમ્બરો દ્વારા મારું નામ રાખવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો અને આજે સ્ટેડિયમનું નામકરણ થયું છે. આજે મારું નામ સ્ટેડિયમ સાથે જોડાઈ ગયું છે. આ મારું સૌથી મોટું સન્માન છે. તેમજ હું આ સન્માન બદલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો આભારી છું.
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ નિરંજન શાહનું સપનું : નિરંજન શાહે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યા છે. હાલ સુરેન્દ્રનગર, ભાવનગર અને પોરબંદર ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અમારું માનવું છે કે દરેક જિલ્લાના મુખ્ય મથકમાં ક્રિકેટ ગ્રાઉન્ડ હોવું જોઈએ અને અમે હાલ તે કરી રહ્યા છીએ.
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ :ઉલ્લેખનીય છે કે, 15 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમવાનો છે. નિરંજન શાહ સ્ટેડિયમમાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ હશે. જેને લઈને રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં બંને ટીમ એક-એક મેચ જીતી છે. ત્યારે આ ત્રીજી મેચમાં લીડ લેવાના આશયની બંને ટીમ મેદાને ઉતરશે ત્યારે મેચમાં રસાકસી જોવા મળશે.
- Niranjan Shah Stadium : રાજકોટ એસસીએ સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવશે
- Ind Vs Eng Test: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, રાજકોટમાં બંને ટીમોએ કરી નેટ પ્રેકટિસ