અમદાવાદ:અમદાવદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં તારીખ 1થી 13 જાન્યુઆરી સુધી સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. જેેમાં સમારોહના બીજા દિવસે શાસ્ત્રીય સંગીત જગતની ખ્યાતિ પામેલા વિભૂતિઓ દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી. સતત બીજા દિવસે પણ સપ્તકના સંસ્થાપક વિદુષી મંજુ મહેતા અને તબલા જગતના તાજ ગણાતા ઉસ્તાદ ઝાકેર હુસેનને યાદ કરવામાં આવ્યા હતા.
બેઠક 1: બીજા દિવસની પ્રથમ બેઠકમાં વાંસળી વાદક રૂપક કુલકર્ણી અને તબલાવાદક તન્મય બોઝ દ્વારા પોતાની પ્રસ્તુતિ આપવામાં આવી હતી.
રૂપક કુલકર્ણી: રૂપક કુલકર્ણી એક પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાંથી આવે છે. તેમને સૌ પ્રથમ સંગીતનો પરિચય તેના પિતા સ્વર્ગસ્થ મલ્હાર રાવ કુલકર્ણી દ્વારા થયો હતો. ત્યારબાદ તેમણે જીવંત વાંસળીના દિગ્ગજ હરિપ્રસાદ ચૌરસિયાના અસાધારણ માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષા મેળવી અને મૈહર ઘરાનાના ઉત્કૃષ્ટ ઘડવૈયા તરીકે ઉભરી આવ્યા હતા.
તબલા વાદક તન્મય બોઝ: તબલા વાદક તન્મય બોઝે તેમનું પ્રારંભિક શિક્ષણ મહાન કનાઈ દત્તા પાસેથી મેળવ્યું હતું અને બાદમાં તેઓ પ્રખ્યાત ફર્રુખાબાદ ઘરાના કલાકાર શંકર ઘોષના ગાંડબંધ શિષ્ય બન્યા હતા. તેમના અનુગામી સિતારવાદક રવિશંકર, વાયોલિનવાદક એલ. સુબ્રમણ્યમ અને સરોદવાદક અમજદ અલી ખાન જેવા મહાન સંગીતકારો સાથે પ્રસ્તુતિ કરી ચુક્યા છે.
બેઠક 2: દ્વિતિય બેઠકમાં ગાયક ઉલ્હાસ કશાલકર, તબલા વાદક યોગેશ સમસી અને હાર્મોનિયમ વાદક સુધીર નાયક દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવી હતી.
ઉલ્હાસ કશાલકર: ઉલ્હાસ કશાલકરનો જન્મ મહારાષ્ટ્રમાં એક સંગીત પરિવારમાં થયો હતો. તેમને તેમના પિતા નાગેશ દત્તાત્રેય કશાલકરે સંગીત શિક્ષણ આપ્યું હતું. બાદમાં તેમણે રાજાભાઈ કોગજે અને પ્રભાકર રાવ ખરદનવીસ પાસેથી પાઠ લીધો હતો. તેમણે ગ્વાલિયર, જયપુર અને આગ્રા જેવા ત્રણ અલગ-અલગ ઘરાનામાં 'હીત રામ મરાઠે અને ગજાનન રાવ જોશી' પાસેથી સખત તાલીમ મેળવી હતી.
બેઠક 3: બીજા દિવસની ત્રીજી અને અંતિમ બેઠકમાં મોહન વીણા અને સાત્વિક વિનાની જુગલબંધી જામી હતી.
સલિલ ભટ્ટ: સપ્તક સંસ્થાપક વિદેશી મંજુ મહેતાના નાના ભાઈ અને મોહન વીણાના સર્જક વિશ્વ મોહન ભટ્ટ અને તેમના જ પુત્ર અને શિષ્ય સલિલ ભટ્ટ દ્વારા જુગલબંધી કરવામાં આવી હતી. તેમને સાથ તબલા પર કેસિયસ ખાન અને જ્યોતિર્મય ટીનટીન રોય ચૌધરી દ્વારા આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: