અમદાવાદ:સપ્તક સંગીત મહોત્સવનો અગિયારમો દિવસ શ્રોતાઓ માટે આલ્હાદક બની રહ્યો હતો. 11માં દિવસે પ્રથમ સત્રનો આરંભ કથક કલાકાર મૌલિક શાહ અને ઇશિરા પરીખના પરંપરાગત રચનાથી થયો હતો.
કથક કલાકાર ઇશીરા પરીખ: કથક નૃત્યાંગના ઈશીરા પરીખે અનંત નાદ રજૂ કર્યું હતું. અનંત નાદની પ્રસ્તુતિ બાદ તીન તાલમાં થાટ, આમદ, પરણ, ઉઠાન અને તોડા પ્રસ્તુત કરી શ્રોતાઓના મન હરી લીધા હતા. 11માં દિવસની પ્રસ્તુતિમાં કથક કલાકારોએ શિવનું ડમરું, કૃષ્ણની વાંસળી, સરસ્વતીની વીણા અને ગણેશના નૃત્યને રજૂ કર્યું હતું.
પંડિત જયતીર્થજીએ ભક્તિ રસથી શ્રોતાઓને ભક્તિથી તરબોળ કર્યા:
આજના દ્વિતીય સત્રમાં શાસ્ત્રીય ભક્તિ સંગીતના હુબલીના કલાકાર પંડિત જયતીર્થ મેવુંડીએ કન્નડ અને મરાઠી ભક્તિ ગીતો ગાઈને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. સત્રના આરંભે પંડિત જયતિર્થજીએ રાગ શુદ્ધ કલ્યાણમાં બડા ખ્યાલ અને મધ્યલયમાં બંદિશ રજૂ કરી હતી. પોતાની શાસ્ત્રીય ગાયકીમાં પંડિત જયતીર્થજીએ 'તુમ બિન કૌન ખબરિયા લેત..,' 'મંદિર બાજો રે બાજો..,' 'રંગ ના ડારો શ્યામજી..,' ગાઈને શબ્દોના ભાવને પોતાની ગાયકીમાં રજુ કર્યા હતા.