સાબરકાંઠા:રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો અમલમાં મુકાવવામાં આવ્યો છે. આ મુદ્દે ઠરાવ પસાર થયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા ફરજિયાત હેલ્મેટ મામલે ચેકિંગ કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત 240થી વધારે લોકો હેલ્મેટ વિના ટુવ્હીલર ચલાવી રહ્યા હતા જેનામાં નામનો મેમો ઇસ્યુ કરાવવામાં આવ્યો છે. ઉપરાંત આગામી સમયમાં સામાન્ય પ્રજાજનોને પણ હેલ્મેટ સાથે બાઇક સવારી કરવા જણાવવામાં આવ્યું છે.
સરકારી કર્મચારીઓને બાઈક ઉપર ફરજિયાત હેલ્મેટ પહેરવા મામલે કાયદાકીય પરિપત્ર કરાયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગની મેગા ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં 240થી વધારે લોકો હેલ્મેટ વિના બાઈક ચલાવતા મળી આવ્યા હતા. તે તમામને દંડનીય જોગવાઈ મુજબ મેમો આપી દંડિત કરાયા હતા. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓ તેમજ કર્મચારીઓમાં આવનારા દરેક વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા રજૂઆત કરાઈ છે.