સાબરકાંઠા: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરી એકમાત્ર આર્થિક જીવાદોરી સમાન છે. છેલ્લા કેટલાય સમયથી ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી ન યોજાતા ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે રીટ કરાતા ગુજરાત હાઇકોર્ટે સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા જાણવામાં આવ્યું હતું. જોકે આવતીકાલે સાબર ડેરીમાં ખાસ સાધારણ સભા બોલાવવાની છે તેમજ દૂધના ભાવ ફેર મામલે મહત્વની બેઠક થશે તેમજ સાથે સાથે આગામી ટૂંક સમયમાં સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી યોજવા મામલે ચોક્કસ નિવેડો આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
આવતીકાલે દૂધના વાર્ષિક ભાવ વધારા મામલે વહીવટી તંત્ર એલર્ટ, ચૂંટણી અંગે કોર્ટે જવાબ માંગ્યો - Sabarkantha Saber Dairy - SABARKANTHA SABER DAIRY
સાબરકાંઠા સાબર ડેરીના દૂધના વાર્ષિક ભાવ વધારા મામલે આવતીકાલે સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા યોજાશે. જેમાં લગભગ સાડા ત્રણ લાખ લોકો હજાર રહેશે જ્યાં સાબર ડેરી દ્વારા વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરાશે. પશુપાલકો દ્વારા ઘણી વાર આ મુદ્દે લેખિત મૌખિક રજૂઆત થઈ છે. આ સાથે મહત્વનો મુદ્દો એ છે કે, ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા બાબતે કોર્ટે જવાબ રજૂ કરવા કહ્યું છે. જાણો. Sabarkantha Saber Dairy
Published : Jul 30, 2024, 10:57 PM IST
સાબર ડેરીમાં મેન્ડેડ આધારિત 15 જેટલા ડિરેક્ટરો: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની 900થી વધારે દૂધ મંડળીઓ તેમજ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો આ ડેરીનું મહત્વનું અંગ છે. સાબરડેરી નિયામક મંડળની ચૂંટણી પૂરી થયાના ચાર માસ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી ન યોજાતા આખરે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરી હતી. પરિણામે આ મામલે આગામી ટૂંક સમયમાં ચેરમેન તેમજ ચેરમેનની ચૂંટણી યોજાય તેવા સંકેતો સર્જાયા છે. જોકે સાબર ડેરીમાં મેન્ડેડ આધારિત 15 જેટલા ડિરેક્ટરો હોવા છતાં હજુ સુધી નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં વોઇસ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી ન યોજવાની સાથોસાથ વાર્ષિક ન ચૂકવતા પશુપાલકોમાં આ મામલે ભારે હંગામો સર્જાયો છે.
પશુપાલકોના પ્રાણ સમાન પ્રશ્નનો: દૂધના વાર્ષિક ભાવ ફેરવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં દૂધનો વાર્ષિક ભાવ વધારો કેટલો અપાશે તે નક્કી થયું નથી. પરિણામે જશુભાઈ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની રજૂઆત કરી હતી. જોકે હાઇકોર્ટ દ્વારા આ મામલે સાત દિવસમાં જવાબ રજૂ કરવાનું કહેતા આગામી ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે પશુપાલકોના પ્રાણ સમાન પ્રશ્નનો ન્યાયિક ઉકેલ મળે તેવી પણ સંભાવનાઓ અરજદાર દ્વારા સેવાય રહી છે.