ગુજરાત

gujarat

ETV Bharat / state

બીજા વિશ્વ યુદ્ધ વખતે જામનગરમાં રાજવીએ પોલેન્ડના લોકોને આપેલો આશરોઃ PM મુલાકાત વખતે સંસ્મરણો થયા તાજા - PM Modi in Poland - PM MODI IN POLAND

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડની યાત્રા એ હતા ત્યારે પોલેન્ડની રાજધાની વોર્સો ખાતે સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે નવાનગર (જામનગર)ના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા સ્મારક ખાતે જઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને વિશ્વનું ધ્યાન આ સ્મારક પર ખેંચાયું હતું. કેમ પોલેન્ડના વોર્સોમાં છે નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહનું સ્મારક? અને કોણ હતા નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ? એ જાણીએ. - PM Modi's Poland visit Reminiscences of Jamnagar King

જામનગરના રાજા આજે પણ પોલેન્ડના લોકોના સ્મરણમાં
જામનગરના રાજા આજે પણ પોલેન્ડના લોકોના સ્મરણમાં (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 6:36 PM IST

જામનગરઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશ પોલેન્ડના પ્રવાસે છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર (ગુજરાત)ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 600થી વધુ લોકોને આશ્રય આપ્યો હતો. પોલેન્ડ આજે પણ ભારતીય મહારાજાના આ યોગદાનને યાદ કરે છે અને ભારતનો આભાર માને છે. પોલેન્ડની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વારર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ જઇને જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની તસવીરો શેર કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે "ભારત-પોલેન્ડના સંબંધોને આગળ વધારવામાં ગુજરાતની વિશેષ ભૂમિકા ઇતિહાસમાં નોંધાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ 600થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને ગુજરાતમાં આશ્રય આપ્યો હતો. પોલેન્ડ જામ સાહેબ દિગ્વિજયસિંહજીને આજે પણ યાદ કરે છે. આજે પણ પોલેન્ડની રાજધાની વારસૉમાં જામ સાહેબના નામ પર ગુડ મહારાજા સ્ક્વેર છે અને બીજા પ્રમુખ સ્મારક છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રવાસે (ANI)

પોલેન્ડમાં જામ સાહેબના નામ પરથી રોડ અને શાળા:પોલેન્ડે તેની રાજધાની વારર્સોમાં એક ચોકનું નામ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નામ પરથી રાખ્યું છે. તે 'સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા' તરીકે ઓળખાય છે. એટલું જ નહીં પોલેન્ડમાં જામનગરના મહારાજાના નામે એક શાળા પણ સમર્પિત કરી છે. જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોપરાંત પોલેન્ડ ગણરાજ્યના કમાન્ડર 'ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડમાં શું થયું?:1939માં જ્યારે જર્મનીના સરમુખત્યાર હિટલરે સોવિયેત સંઘ સાથે મળીને પોલેન્ડ પર હુમલો કર્યો અને બીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું ત્યારે પોલેન્ડના સૈનિકોએ 500 મહિલાઓ અને 200 જેટલા બાળકોને એક જહાજમાં બેસાડી દરિયામાં છોડી દીધા હતા. જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું હતું કે, તેમને કોઈપણ દેશમાં લઈ જાઓ, જે પણ દેશ તેમને આશ્રય આપશે. પછી આ જહાજ ઘણા દેશોમાં ગયું, પરંતુ કોઈએ તેમને આશ્રય આપ્યો નહીં. અંતે જહાજ ગુજરાતના જામનગરના કિનારે પહોંચ્યું ત્યાર બાદ જામનગરના તત્કાલિન મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહે બધાને આશ્રય આપ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રવાસે (ANI)

મહારાજાએ શરણાર્થીઓ માટે મહેલના દરવાજા ખોલી નાખ્યા:મહારાજાએ તે બધા માટે પોતાના મહેલના દરવાજા ખોલી નાખ્યા. કહેવાય છે કે 9 વર્ષ સુધી મહારાજા જામ સાહેબે પોલેન્ડના તમામ શરણાર્થીઓની સંભાળ લીધી. રાજ્યની સૈનિક શાળામાં તમામ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શરણાર્થીઓમાં એક બાળક મોટો થયો અને પોલેન્ડનો પીએમ બન્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રવાસે (ANI)

પોલેન્ડના નાગરિકો માટે જીવનદાતા હતા મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજા:દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના નાઝી સૈન્ય એ પોલેન્ડ પર આક્રમણ કરી ખુવારી આરંભી. પોલેન્ડ સૈન્યએ પણ નાઝી સૈન્ય સામે લડત આપી. પણ એક સમય એવો આવ્યો કે, પોલેન્ડથી નાગરિકોને સ્વબચાવ માટે દેશ છોડવો પડ્યો. હિટલરની ધાકને લઈને ભાગાભાગીમાં 700 જેટલા પોલીશ મહિલા અને બાળકોએ એક જહાજમાં બેસી છુપી રીતે પોલેન્ડ અને યુરોપ છોડી એશિયા તરફ ભાગ્યા. આરંભમાં ઈરાને પણ 700 પોલીશ લોકોને આશ્રય આપવાની ના પાડી. પણ ભારતના એ સમયે નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતા હાલના જામનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહે જાહાજથી આવેલા 700 જેટલા પોલીશ લોકોને પોતાના રાજ્યમાં સ્વમાનભેર આશ્રય આપ્યો. નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ઓશ્રિત પરિવારોને બાલાછડીની સૈનિક શાળામાં 1942 થી 1946 સુધીના ચાર વર્ષ સુધી આશ્રય આપ્યો હતો.

  1. વિપક્ષના પ્રશ્નો રદ કરી ગુજરાત સરકારે લોકશાહીની હત્યા કરી છે - અમિત ચાવડા - Gujarat Vidhan Sabha session
  2. આગામી દિવસોમાં 2થી 8 ઇંચ સુધી પડી શકે છે વરસાદ, કોરા રહેલા અમરેલી અને રાજકોટમાં પણ વરસાદની શક્યતાઃ આગાહીકાર રમણીક વામજા - Rain in Gujarat

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details