ગુજરાત

gujarat

ETV Bharat / state

Election boycott : પાટણમાં સાગોટાની શેરીના રહિશોએ કર્યો ચૂંટણી બહિષ્કાર, કારણ માત્ર એક અધૂરી માંગ... - Lok Sabha election 2024

પાટણ શહેરના વોર્ડ નં. 8 માં સ્થિત સાગોટા શેરીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય કરવા પાછળ તેમની અધૂરી માંગ મુખ્ય કારણ છે. જ્યાં સુધી તેમની આ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે. જુઓ શું છે સાગોટા શેરીના રહીશોની માંગ..

સાગોટાની શેરીના રહિશોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
સાગોટાની શેરીના રહિશોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

By ETV Bharat Gujarati Team

Published : Mar 20, 2024, 1:49 PM IST

પાટણમાં સાગોટાની શેરીના રહિશોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

પાટણ :પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ સાગોટાની શેરીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોએ અશાંત ધારો લાગુ કરવાની માંગણીને લઈને ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે. જ્યાં સુધી અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં સાગોટાની પ્રથમ અને બીજી શેરીના રહીશો મતદાન નહીં કરે તેવો નિર્ણય સ્થાનિકોએ લીધો છે.

સાગોટાની શેરી : પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં પાવર હાઉસથી બુકડી જવાના માર્ગ પર સાગોટાની શેરી આવેલી છે. અહીં રહેતા કેટલાક લોકો અન્ય સ્થળે રહેવા જતા તેમના મકાન અન્ય ધર્મના લોકોને વેચવામાં આવી રહ્યા છે. જેથી મહોલ્લામાં રહેતા અન્ય લોકોને રહેવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ છે. આ મહોલ્લામાં દરજી, પ્રજાપતિ, મોદી વગેરે જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. આ શેરીમાં વિવિધ દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે. અહીંયા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ પરંપરાગત રીતે ઉજવાય છે.

સાગોટાની શેરીના રહીશોની માંગ

રહીશોની માંગ શું ? આ મહોલ્લામાં ત્રણ જેટલા મકાન અન્ય ધર્મના લોકોને વેચવામાં આવ્યા છે. જ્યારે અન્ય મકાન વેચવાની હિલચાલ ચાલી રહી છે. જેને લઈને રહીશોએ આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં માટે પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યના ગૃહ વિભાગ સુધી છેલ્લા ત્રણ વર્ષથી લેખીત રજૂઆત કરી છે. છતાં આ બાબતે હજુ સુધી વહિવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. જેને લઈને સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં રહેતા સ્થાનિક લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો શેરીમાં લગાવ્યા છે.

ચૂંટણી બહિષ્કારની ચીમકી : સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટાયેલા રાજકીય આગેવાનો તેમજ વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં પણ અમારી માંગણી સ્વીકારવામાં આવતી નથી. તો પછી ચૂંટણીમાં અમે શા માટે સહયોગ આપીએ. આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં સાગોટાની શેરીના રહીશો મતદાન નહીં કરે.

વિરોધ દર્શાવી બેનર લગાવ્યા :હાલ તો સાગોટાની શેરીના રહીશોએ ચૂંટણી બહિષ્કાર ચીમકી ઉચ્ચારી બેનરો લગાવ્યા છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં આ મહોલ્લાના રહીશોને રાજકીય પાર્ટીના આગેવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ સાંત્વના આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

  1. Patan: ખાનગી બ્લડ બેંકોનો રાફડો ફાટતા વર્ષો જૂની એસ.કે બ્લડ બેન્ક બંધ
  2. Patan Congress: પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું, 'કોંગ્રેસમાં કેટલીક ફુટેલી તોપો છે', જે...

ABOUT THE AUTHOR

...view details