ગુજરાત

gujarat

સુરત સિવિલ હોસ્પિટલમાં નાસભાગ મચી : દર્દીએ રેસિડેન્ટ મહિલા તબીબ પર કર્યો હુમલો - Surat Civil Hospital incident

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 2:22 PM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. સુરતના લિંબાયત ખાતેથી લાવવામાં આવેલ માનસિક અસ્વસ્થ દર્દીએ આખું હોસ્પિટલ માથે લીધું હતું અને રેસિડેન્ટ મહિલા તબીબ પર હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ સહિતના તબીબોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે., Surat Civil Hospital incident

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર હુમલો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર હુમલો (ETV Bharat Gujarat)

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર હુમલો (ETV Bharat Gujarat)

સુરત: સુરત સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા હોબાળો મચી ગયો હતો. સુરતના લિંબાયત ખાતેથી લાવવામાં આવેલ માનસિક અસ્વસ્થ દર્દીએ આખું હોસ્પિટલ માથે લીધું હતું અને રેસિડેન્ટ મહિલા તબીબ પર હુમલો કરી દીધો હતો.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ (ETV Bharat Gujarat)

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીએ મહિલા રેસિડન્ટ તબીબને વાળ પકડીને માર મારતાં હોબાળો થયો હતો. ભારે હંગામામાં હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફે દર્દીને મેથીપાક આપ્યા બાદ ખટોદરા પોલીસને સોંપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિવિલ તંત્ર દ્વારા પોલીસ કમિશનરને મળીને બે પોલીસ જવાનોની માંગ કરવામાં આવી છે. જે ટૂંક સમયમાં મળી જાય તેવી શક્યતા છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી (ETV Bharat Gujarat)

24 વર્ષીય દર્દીને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી:આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ દર્દી લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. તેના સંતાન પૈકી 24 વર્ષીય પુત્રને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારી છે. જેથી તેની દવા પણ ચાલે છે. બુધવારે સાંજે તેણે ઘરમાં પરિવાર સાથે મારામારી કરી હતી, જેથી લિંબાયત પોલીસ તેને પોલીસ સ્ટેશને લઇ ગઈ હતી. ત્યારબાદ લિંબાયત પોલીસ સ્ટેશનથી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી (ETV Bharat Gujarat)

અચાનક વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો: સિવિલ હોસ્પિટલમાં તેને ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તે બેડ ઉપર સૂતો હતો. ત્યારે તેના બાજુના બેડ ઉપર સૂતેલા દર્દીને મહિલા રેસિડેન્ટ ડોક્ટર સારવાર આપી રહી હતી. તે સમયે અચાનક આ દર્દી વાળ ખેંચીને ડોક્ટરને મારવા લાગ્યો હતો. જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ભયના માહોલ સાથે અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે હોસ્પિટલના ડોક્ટર અને અન્ય સ્ટાફે ભેગા થઈ ગયા હતા.

મહિલા ડોક્ટરને બચાવાઈ: દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથીપાક ચખાડયો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસ હવાલે કર્યો હતો. આ ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં આરએમઓ સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા.

  1. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે CM પટેલે સમીક્ષા કરી, અસરગ્રસ્ત વિસ્તારોને મદદ આપવા બાંહેધરી આપી - Gujarat weather update
  2. AMC ની સામાન્ય સભામાં કોંગ્રેસ વરસાદને લઈ ગાજ્યું, વૉક આઉટ કરતા પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠાવ્યા સવાલ - Ahmedabad Rain

ABOUT THE AUTHOR

...view details