ગુજરાત

gujarat

અમદાવાદમાં ડોક્ટર્સની હડતાળ: 'વિદ્યાર્થિનીઓ તથા રેસિડેન્ટ ડોક્ટર્સે એકાંતમાં ન ફરવું' GMERSના ડીન - Kolkata doctor case

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 2:26 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેખાઈ હડતાલની અસર જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડ રાકેશ જોષી બચાવ કરતા કહ્યું કે બીજે મેડિકલ કોલેજના પ્રોફેરર્સને કામ પર લગાવવામાં આવ્યા છે... - kolkata doctor case

અમદાવાદમાં વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

અમદાવાદઃકોલકત્તામાં બનેલી દૂષ્કર્મની ઘટનાને પગલે ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા છે. તબીબો ઈમર્જન્સી સેવાઓ ઉપરાંતની સેવાઓથી દૂર થયા છે. હાલ રેસીડેન્ટ ડોક્ટર દ્વારા અચોક્કસ મુદતની હડતાલ નીચે ઉતારવામાં આવી છે. ત્યારે સિવિલ તંત્રએ વ્યવસ્થા કરી ઉભી ઇમરજન્સી સર્વિસમાં કોઈપણ દર્દીને હાલાકી નહીં પડે તેની સવિલ સુપ્રિન્ટેડન્ટે બાહેધરી આપી હતી.

તબીબોની હડતાલ (Etv Bharat Gujarat)

GMERSના ડીનની સલાહ- રાત્રે બહાર નીકળવાનું ટાળો

દેશભરમાં કોલકાતાની દૂષ્કર્મની ઘટનાના આક્રોશ વચ્ચે ગાંધીનગર જીએમઇઆરએસના ડીનનો પત્ર સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓ તથા રેસિડેન્ટ ડોક્ટર્સે એકાંતમાં ન ફરવું જોઇએ. ફરજ દરમિયાન પરિચિત કે અન્ય કર્મીને સાથે રાખવા જોઇએ. રાત્રીના સમયે બહાર જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.

કોલકત્તાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા (Etv Bharat Gujarat)

કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા

બહાર જવું જરૂરી હોય તો પરિચિત વ્યક્તિને સાથે રાખવા સૂચના છે. અપરિચિત વ્યક્તિ કે શંકાસ્પદ કોઈ દેખાય તો ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના છે. જેમાં કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. તેમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં વિરોધ શરૂ થયો છે. ત્યારે OPD સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યાં છે. ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા બંધ કરવામાં આવી છે. જેમાં તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તમામ જગ્યાઓ પર આજે તબીબો કામથી અડગા રહી વિરોધ કરી રહ્યા છે. રેસિડેન્ટ ડોક્ટર ડો સુષ્મીતાએ જણાવ્યું છે કે ગાંધીનગર જીએમઈઆરએસ કોલેજ તથા હોસ્પિટલમાં સુરક્ષા છે. પરંતુ ઘટના ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઘટના બને નહીં ત્યાં સુધી ખબર નથી હોતી કે ક્યાં ચૂક છે.

  1. ચૂંટણી પંચ આ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરશે, આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ - ECI Press Conference Today
  2. લાઈવ કોલકાત્તા રેપ વીથ મર્ડરની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ, ગુજરાતથી લઈને દિલ્હીમાં તબીબોમાં રોષ - kolkata Doctor rape case

ABOUT THE AUTHOR

...view details