ETV Bharat / state

આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના, કોંક્રીટનો બ્લોક ધરાશાયી થતા અનેક મજૂરોના દબાયાની આશંકા

Bullet Train Project Block Collapse: આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક નિર્માણાધીન કોંક્રિટનો બ્લોક તૂટી પડ્યો.

દુર્ઘટના સ્થળ પરની તસવીર
દુર્ઘટના સ્થળ પરની તસવીર (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

આણંદ: આણંદમાં મંગળવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર દુર્ઘટના સર્જાઈ હતી. કોંક્રિટ બ્લોક ધરાશાયી થયા હતા. તેની નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કાર્ય ચાલુ છે. આણંદ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

સાંજના સમયે બની દુર્ઘટના
આ દુર્ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ થઈ હતી, જ્યારે બાંધકામ સ્થળ પર ઉપયોગમાં લેવાતું ગર્ડર તૂટી ગયો હતો અને મોટો ભાગ પડી ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

કામદારો નીચે દબાયા
આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "બચાવ કરાયેલા બે કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેઓ સાજા છે. માનવામાં આવે છે કે અન્ય બે કામદારો હજુ પણ ફસાયેલા છે. અમે બચાવ અભિયાન ચલાવી રહ્યા છીએ."

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે, "મહી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર આજે સાંજે ત્રણ મજૂરો કોંક્રીટના બ્લોક વચ્ચે ફસાઈ ગયા હતા. ક્રેન્સ અને જેસીબી મશીનોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. એક મજૂરને બચાવી લેવામાં આવ્યો છે. અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે."

આ પણ વાંચો:

  1. દસાડાના કઠાળા ગામે SMCના PSIનું મોત: બાતમી...બુટલેગર અને અકસ્માત, જાણો સંપૂર્ણ ઘટના...
  2. 2 વીઘામાં તબેલો, 70 ભેંસ અને દરોજ્જ 300 લિટર દૂધનું ઉત્પાદન, અમરેલીના આ પશુપાલક મહિને કરે છે લાખોની કમાણી

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.